આરોગ્ય કેન્દ્ર/ જામનગરના ફલ્લા ગામના આરોગ્ય સેન્ટરમાં કાયમી ડૉકટર નથી દર્દીઓને હાલાકી

ડોકટર ના હોવાથી દર્દી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Gujarat
docter 1 જામનગરના ફલ્લા ગામના આરોગ્ય સેન્ટરમાં કાયમી ડૉકટર નથી દર્દીઓને હાલાકી

રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આરોગ્ય સંબધિત સેવાઓના લીધે ગુજરાતમાં ભારે હાલાકીનો સામનો દર્દીઓ કરી રહ્યા છે .ગામડાઓમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યારે જામનગરના  ફલ્લા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે મહિનાથી કાયમી ડૉક્ટર નથી.સત્વરે કાયમી ડૉક્ટર મૂકાય તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે ફલ્લા ગામને માંડ-માંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળ્યું છે. સાત-આઠ ગામના મુખ્ય સેન્ટર એવા આ ફલ્લા ગામના પીએચસીમાં એમબીબીએસ કક્ષાના ડૉક્ટર મૂકવામાં આવ્યા હતા. પરંતુ અહીં છેલ્લા બે માસ થયા છતાં ડૉક્ટર નથી. જે ડૉક્ટર ઇન્ચાર્જમાં આવે છે તે ક્યારે આવે તે નક્કી હોતું નથી. કોરોનાની મહામારી વચ્ચે માનવી જિંદગી રોળાઇ રહી છે.

 ગામડાઓમાં પણ કોરોનાએ દસ્તક દીધો છે. ત્યારે અહીં  ડૉક્ટરની જરૂર છે. દરરોજ તાવ-શરદી અને કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કાયમી ડૉક્ટર વગર નાના માણસો ક્યાં જાય એ પણ પ્રશ્ન છે,મહામારીમાં ગામડાની સ્થિતિ સારી નથી ત્યારે રાજ્ય સરકારે અભિયાન ચલવ્યું છે મારુ ગામ કોરોના મુક્ત પણ કોરોના મુક્ત કેવી રીતે થાય આ ગામમાં તો ડોકટરની જ સુવિધા નથી.