બ્રેકિંગ/ પાલનપુર બ્રિજ દૂર્ઘટના કેસમાં ઇજનેર સહિત ત્રણ લોકોની અટકાયત

બે દિવસ બાદ પ્રથમ વખત કંપનીના કર્મચારીઓની કરવામાં આવી ધરપકડ

Gujarat Others
પાલનપુર બ્રિજ પાલનપુર બ્રિજ દૂર્ઘટના કેસમાં ઇજનેર સહિત ત્રણ લોકોની અટકાયત

પાલનપુર: 23 ઓક્ટોબરના રોજ પાલનપુર RTO પાસે નવનિર્માણ થઈ રહેલા બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 2 યુવાનનું મોત નીપજ્યું હતું. ભારે વિરોધ બાદ GPC કંપની સહિત કુલ 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પ્રથમ વખત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

પાલનપુર પૂર્વ પોલીસે 11 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધ્યા બાદ તપાસ શરૂ કરી હતી. જોકે, હવે પોલીસે આગળની કાર્યવાહી કરતાં ઇન્ફ્રા કંપનીના સાઈટ ઇજનેર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનિય છે કે, આ કેસને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.

જોકે, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આ બાબતે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2016-17 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ 2022ની ચૂંટણીમાં 1 કરોડથી વધુનું ચૂંટણી ફંડ કમલમમાં પહોંચાડ્યું બાદમાં આ કંપનીને પાલનપુર બ્રિજનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, જ્યારે આ દુર્ઘટના ઘટી હતી ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેની ગંભીરતાને જોતા રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, સરકારના અધિક્ષક ઇજનેર, GERI ના ઇજનેર તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં સ્લેબની નીચે આવી જતાં એક રિક્ષા ચાલક સહિત બે યુવકોના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો-ગુજરાત સરકારે હાર્ટ એટેકના કારણો શોધવા માટે સમિતિની રચના કરી

આ પણ વાંચો- સુરત પોલીસની માનવતા ઓપરેશન રાજવી સફળ થયું