Political/ સીતા માતાને લઇને TMC નેતાનાં બગડ્યા બોલ, થયો મોટો વિવાદ

ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ સીતા-માતા વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે કલ્યાણ બેનર્જીએ કહ્યું…

India
Police Commissioner 4 સીતા માતાને લઇને TMC નેતાનાં બગડ્યા બોલ, થયો મોટો વિવાદ

ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ સીતા-માતા વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, સીતા રામ પાસે જઇને અને કહ્યું કે મારું સૌભાગ્ય એ હતું કે રાવણે મારુ હરણ કર્યુ. જો તમારા ભગવાધારી શિષ્યોએ મારુ હરણ કર્યુ હોત તો મારી સ્થિતિ યુપીનાં હાથરસ જેવી થઈ હોત.

સાંસદ કલ્યાણ બેનર્જીનાં નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પછી ભાજપનાં આઇટી સેલનાં વડા અમિત માલવીયાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને તુષ્ટિકરણ અંગે સવાલ કર્યા હતા. તેમણે પૂછ્યું કે શું મમતા દીદી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડીને તુષ્ટિકરણનું રાજકારણ કરવા માંગે છે? આપને જણાવી દઇએ કે, કલ્યાણ બેનર્જીએ આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું હોય તેવું પહેલીવાર નથી. આ અગાઉ તેમણે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ટીએમસી નેતાએ નિર્મલા સીતારામનની તુલના ‘કાલી નાગિન’ સાથે કરી હતી.

ટીએમસી નેતા કલ્યાણ બેનર્જીએ જુલાઇમાં પોતાના સંસદીય મત વિસ્તાર બાંકુડામાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, “કાલિ નાગિન (ઝેરી સાપ) નાં કરડવાથી લોકો મરે છે તે જ રીતે નિર્મલા સીતારમણને કારણે લોકો મરી રહ્યા છે.” તેમણે અર્થતંત્રને નષ્ટ કરી દીધુ છે. તેમને શરમ આવી જોઇએ અને તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. તે સૌથી ખરાબ નાણાં પ્રધાન છે.

Vaccine / CM ખટ્ટરે વેક્સિનને લઇને આપ્યું મોટું નિવેદન, આ લોકોને ફ્રી …

Controversy / પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાએ સંસદ ભવનને લઇને કર્યુ વિવાદિત ટ્વ…

Haryana / કરનાલમાં બબાલ બાદ CM ખટ્ટરનો મહાપંચાયત કાર્યક્રમ કરાયો રદ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો