Banaskantha/ બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર

બનાસકાંઠામાં નમકીનનાં પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા લોકોમાં ચકચાર મચી છે…….

Top Stories Gujarat Breaking News
Image 2024 06 23T124031.804 બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર

Banaskantha News: બનાસકાંઠામાં નમકીનનાં(ચવાણું) પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા લોકોમાં ચકચાર મચી છે. ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાંથી અનેક જીવજંતુઓ નીકળવાનાં કિસ્સા સામે આવ્યા છે. ત્યારે થરાદ પંથકમાં ગ્રાહક આનંદનું ચવાણું ખરીદી કરવા ગયો હતો, જેમાંથી ચવાણામાં મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી હતી. જેમાં તપાસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માગ કરી છે.

WhatsApp Image 2024 06 23 at 9.24.12 AM 2 બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર

અગાઉ પણ ખાદ્ય પદાર્થોને લઈ હોટલ અને રેસ્ટોરાંની બેદરકારી છતી થઈ છે. બે દિવસ અગાઉ અમદાવાદ શહેરમાં હાથીજણ વિસ્તારમાં આવેલ બાગબાન હોટલમાં ફેમિલીને જમવામાં સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો. ત્યારે રેસ્ટોરન્ટ અને હોટલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉભો થયો છે. આરોગ્ય ખાતાને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

હોટલ અને રેસ્ટોરન્ટમાં પીરસાતા તેમજ વેચાણ કરતા ખાદ્ય પદાર્થો પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. અગાઉ ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં ખાવાની વાનગીઓમાં ભેળસેળ થતી જોવા મળી છે. સતત લોકોના આરોગ્ય સાથે થતી લાપરવાહી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? એમ પણ કહી શકાય તકે લોકોએ હવે જો પોતાના શરીરનું ધ્યાન રાખવું હોય તો બહાર જમવાનું કે ફૂડ પેકેટ ખરીદવાનું ટાળવું. આરોગ્ય વિભાગ હવે આ મામલે કેટલી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો