Gujarat politics/ ગુજરાતના રાજકારણમાં મચશે ખળભળાટઃ જવાહર ચાવડાએ ભાજપનું પ્રતીક હટાવ્યું

ગુજરાત ભાજપના રાજકારણમાં ખળભળાટ મચે તેવા સંકેત છે. ભાજપના ટોચના નેતા જવાહર ચાવડા નવાજૂની કરી શકે છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનું પ્રતીક હટાવી દીધુ છે. આમ તેમના સત્તાવાર એકાઉન્ટ પરથી અચાનક જ પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.

Gujarat Gandhinagar Top Stories Others Breaking News Politics

Gandhinagar News:  ગુજરાત ભાજપના રાજકારણમાં ખળભળાટ મચે તેવા સંકેત છે. ભાજપના ટોચના નેતા જવાહર ચાવડા નવાજૂની કરી શકે છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનું પ્રતીક હટાવી દીધુ છે. આમ તેમના સત્તાવાર એકાઉન્ટ પરથી અચાનક જ પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.

ગુજરાત ભાજપના રાજકારણમાં નવાજૂની થવાના સંકેત છે. ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવા જુની કરે તેવી શક્યતા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સિમ્બોલ હટાવી દીધો છે. પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી અચાનક પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. સાથે જ તેમણે ભાજપની તમામ પોસ્ટ દૂર કરી દીધી છે.

આમ લોકસભા ચૂંટણીના નામો જાહેર થવાની સાથે શરૂ થયેલો ભાજપનો આંતરિક વિવાદ કેમ કરીને શાંત થઈ નથી રહ્યો. લોકસભાની ચૂંટણીએ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓને બોલતા કરી દીધા છે. વર્ષોથી શાંત પડેલો કકળાટ હવે બહાર આવી રહ્યો છે, અને નેતાઓ ખુલીને પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. લોકસભામાં સાઈડલાઈન કરાયેલા અનેક નેતાઓનો હવે ઉભરો ઠાલવી રહ્યાં છે. તેમાં વધુ એક નામ જવાહર ચાવડાનું ઉમેરાયું છે.

તેઓ કેટલાક સમયથી ભાજપથી નારાજ હતા. ગત‌ લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં તેમની નિષ્ક્રીયતા સ્પષ્ટ દેખાઈ આવી હતી. ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના નવાજુની કરવાના મૂડમાં છે. તેઓ કોંગ્રેસની વાટ પકડશે તેવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યું છે. કોંગ્રેસે તો જણાવી જ દીધું છે કે જવાહર ચાવડા ઘરવાપસી કરવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે.

જવાહર ચાવડાએ વિડીયો પણ જાહેર કર્યો છે. મનસુખ માંડવીયાને લઈને વીડિયો વાયરલ કર્યો છે. તેમાં તેમણે કહ્યું કે, પોતે અનેક કામ કર્યા છે. મારી એક અલગ ઓળખ છે. મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ ગણાવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ

આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

આ પણ વાંચો: સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર