Not Set/ આજથી બદલાઈ ગયા આ 3 નિયમો, જાણી લો નહીં તો થશે નુકસાન

ગૂગલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની ગાઈડલાઈન પર નિયમોમાં ફેરફાર કર્યો છે. જેની સીધી અસર ઓનલાઈન પેમેન્ટ કરનારાઓ પર પડશે.

Top Stories Tech & Auto
Untitled 11 આજથી બદલાઈ ગયા આ 3 નિયમો, જાણી લો નહીં તો થશે નુકસાન

નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. નવું વર્ષ પોતાની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યું છે, જેની સીધી અસર ઓનલાઈન યુઝર્સ પર પડશે. ગૂગલ દ્વારા 1 જાન્યુઆરી 2022થી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું આજથી મોંઘુ થઈ ગયું છે. આ સિવાય નવા વર્ષથી સિમ કાર્ડ વેરિફિકેશન જરૂરી બની ગયું છે.

આ પણ  વાંચો:કોરોના વિસ્ફોટ / રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા

ગૂગલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની ગાઈડલાઈન પર નિયમોમાં ફેરફાર કર્યો છે. જેની સીધી અસર ઓનલાઈન પેમેન્ટ કરનારાઓ પર પડશે. આ નવો નિયમ તમામ Google સેવાઓ જેમ કે Google Ads, YouTube, Google Play Store અને અન્ય ચુકવણી સેવાઓ પર લાગુ થશે. 1 જાન્યુઆરી પછી ગ્રાહકોએ મેન્યુઅલ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે કાર્ડ નંબર સાથે એક્સપાયરી ડેટ યાદ રાખવાની રહેશે. રુપે, અમેરિકન એક્સપ્રેસ, ડિસ્કવર અથવા ડીનર્સ કાર્ડ વપરાશકર્તાઓએ 1 જાન્યુઆરી, 2022 થી દરેક મેન્યુઅલ ચુકવણી માટે કાર્ડની વિગતો દાખલ કરવી પડશે.

આ  પણ  વાંચો:કોરોના વિસ્ફોટ / રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના નવા નિયમો અનુસાર, 9 થી વધુ સિમ ધરાવતા યુઝર માટે સિમ કાર્ડની ચકાસણી કરવી ફરજિયાત બની ગઈ છે. જો તમે આમ નહીં કરો, તો તમારું સિમ કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. DoTનો નવો નિયમ 7 ડિસેમ્બર 2021થી દેશભરમાં લાગુ થઈ ગયો છે. જો વેરિફિકેશન નહીં થાય તો નવા વર્ષથી સિમ બંધ કરવાની પ્રક્રિયા શરૂ થશે.9 થી વધુ સિમ કાર્ડ માટેના આઉટગોઇંગ કોલ 30 દિવસમાં સમાપ્ત કરવામાં આવશે. જ્યારે 45 દિવસમાં ઇનકમિંગ કોલ બંધ કરવાનો આદેશ છે. જો ગ્રાહક આંતરરાષ્ટ્રીય રોમિંગ છે, તો બીમાર અને અપંગ વ્યક્તિઓને વધારાના 30 દિવસ આપવામાં આવશે.