Not Set/ ખીરા કાકડી નહી પણ તેની છાલના છે આ પાંચ ફાયદા

ગરમીની શરૂઆત થઇ ગઈ છે. આ વામાં શરીરને ઠંડક મળે તેવો ખોરાક ખાવાનું લોકો આગ્રહ કરતા હોય છે. ઉનાળામાં શરીરને  ઉત્તમ ઠંડક આપવા માટે ખીરા કાકડી જેવું ઉત્તમ કઈ નથી આ એક કુદરતી ઉપાય છે. સામાન્ય રીતે આપણે ખીરા કાકડીનો ઉપયોગ સલાડમાં કરતા હોઈએ છીએ. પરંતુ કદાચ તમે આ કાકડીના ઉપયોગથી અજાણ હશો. શું તમને […]

Uncategorized
khira ખીરા કાકડી નહી પણ તેની છાલના છે આ પાંચ ફાયદા

ગરમીની શરૂઆત થઇ ગઈ છે. આ વામાં શરીરને ઠંડક મળે તેવો ખોરાક ખાવાનું લોકો આગ્રહ કરતા હોય છે.

ઉનાળામાં શરીરને  ઉત્તમ ઠંડક આપવા માટે ખીરા કાકડી જેવું ઉત્તમ કઈ નથી આ એક કુદરતી ઉપાય છે. સામાન્ય રીતે આપણે ખીરા કાકડીનો ઉપયોગ સલાડમાં કરતા હોઈએ છીએ. પરંતુ કદાચ તમે આ કાકડીના ઉપયોગથી અજાણ હશો.

શું તમને ખબર છે માત્ર ખીરા કાકડી જ નહી પરંતુ તેની છાલ પણ ઘણા બધા ગુણોનો ભંડાર છે. મોટાભાગના લોકો આ કાકડીની છાલ ઉતારીને ખાવાના ઉપયોગમાં લેતા હોય છે.

આજે અમે તમને ખીરા કાકડીની છાલના આ ફાયદા જણાવીશું જે વાંચીને પાક્કું તમે તેને છાલ સાથે જ ખાવાનું પસંદ કરશો.

જુઓ આ છે ખીરા કાકડીની છાલના ફાયદા

સ્કીન માટે ઉપયોગી

Related image

જો તમારી ત્વચા સનબર્નનો શિકાર થઇ હોય તો ખીરા કાકડીની છાલ ઘણી ઉપયોગી નીવડે છે. છાલના લીધે ત્વચામાં જે સુકાપણું રહેલું છે તે દૂર થાય છે. તે એક સારા મોશ્ચ્રરાઈઝર તરીકે કામ કરે છે. તમે તેની છાલનો ઉપયોગ ત્વચા માટે બીજી રીતે પણ કરી શકો છો.

ખીરા કાકડીની છાલને સુકવીને તેનો પાઉડર બનાવીને ભરી દો. હવે જયારે તમારે ઉપયોગમાં લેવું હોય ત્યારે તેમાં થોડા ટીપા ગુલાબ જળના ઉમેરીને ફેસ પેકની જેમ ઉપયોગ કરો.

આંખ માટે ઉપયોગી

Image result for ખીરા કાકડી

ખીરા કાકડીની છાલ આંખો પર લગાડવાથી આંખની દ્રષ્ટિ સારી રહે છે. તેની છાલમાં જે બીટા કેરોટીન રહેલું છે. તે આંખની રોશની માટે ઘણું સારું છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

Image result for ખીરા કાકડી

જો તમે વજન ઘટાડવા ઇરછતા હોવ તો આજે જ તમારા ડાયેટમાં ખીરા કાકડીનો સમાવેશ કરી લો. જોવા જઈએ તો ખીરા કાકડી પણ વજન ઉતારવામાં મદદરૂપ થાય જ છે પણ તેની છાલ સાથે ખાવાથી વધારે ફાયદો થાય છે.

પાચનતંત્ર માટે ફાયદાકારક

Related image

ખીરાની છાલમાં ફાઈબર રહેલું હોય છે. આ ફાઈબર પેટમાં સંજીવની જડીબુટ્ટી જેવું કામ કરે છે. અપચાની મુશ્કેલીથી રાહત મળે છે. ખીરા કાકડીની છાલથી પેટ ચોખ્ખું રહે છે.

વિટામીનથી છે ભરપુર

ખીરા કાકડીની છાલમાંથી વિટામીન-કે ભરપુર માત્રામાં મળે છે. આ વિટામીન પ્રોટીનને કાર્યરત રાખવામાં મદદરૂપ કરે છે જેના લીધે કોશિકાની વૃદ્ધિ પણ ઝડપથી થાય છે.