Not Set/ આ લોકો ગાંધીના બદલે સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે : અસદુદ્દીન ઓવૈસી

રાજનાથ સિંહે કહ્યું, ‘સાવરકર સામે જૂઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું. વારંવાર એવું કહેવામાં આવતું હતું કે તેમણે બ્રિટિશ સરકાર સમક્ષ ઘણી દયા અરજીઓ કરી હતી

Top Stories
0wasi 1 આ લોકો ગાંધીના બદલે સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે : અસદુદ્દીન ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે,  સાવરકરે મહાત્મા ગાંધીના કહેવા પર બ્રિટિશ સરકાર સામે દયા અરજી કરી હતી રાજનાથ સિંહના આ નિવેદન પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે જો આમ ડ ચાલુ રહ્યું તો તેઓ એક દિવસ મહાત્મા ગાંધીની જગ્યા લેશે અને સાવરકરને રાષ્ટ્રપિતા બનાવશે. 1910 ના દાયકામાં આંદામાનમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સાવરકરની દયા અરજીઓ અંગેના વિવાદનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે તે કેદીનો અધિકાર છે અને તેણે મહાત્મા ગાંધીના કહેવા પર આવું કર્યું હતું.

AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘તેઓ વિકૃત ઇતિહાસ રજૂ કરી રહ્યા છે. જો આ ચાલુ રહેશે તો તેઓ મહાત્મા ગાંધીને હટાવી દેશે અને સાવરકરને રાષ્ટ્રપિતા બનાવશે, જેમના પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ હતો અને ન્યાયમૂર્તિ જીવનલાલ કપૂરની તપાસમાં   ‘હત્યામાં સામેલ’ હોવાનું બહાર આવ્યું હતું

રાજનાથ સિંહે કહ્યું, ‘સાવરકર સામે જૂઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું. વારંવાર એવું કહેવામાં આવતું હતું કે તેમણે બ્રિટિશ સરકાર સમક્ષ ઘણી દયા અરજીઓ કરી હતી. પરંતુ સત્ય એ છે કે તેણે પોતાની મુક્તિ માટે દયા અરજી દાખલ કરી નથી. સામાન્ય રીતે, કેદીને દરેક અધિકાર હોય છે કે જો તે દયા અરજી દાખલ કરવા માંગતો હોય તો તે કરી શકે છે. મહાત્મા ગાંધીએ તેમને દયા અરજી દાખલ કરવા કહ્યું હતું. મહાત્મા ગાંધીના કહેવા પર, તેમણે દયા અરજી કરી હતી અને મહાત્મા ગાંધીએ તેમના વતી અપીલ કરી હતી, તેમણે કહ્યું હતું કે જો સાવરકર જીને મુક્ત કરવામાં આવે, જેમ આપણે શાંતિપૂર્ણ રીતે આઝાદી મેળવવા માટે આંદોલન ચલાવી રહ્યા છીએ, તો સાવરકર જી પણ કરશે. આ વાત મહાત્મા ગાંધીએ કહી હતી