PM Modi Meghalaya: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મેઘાલયમાં રોડ શોમાં ભાગ લીધો હતો. આ પછી અહીં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે PMએ મેઘાલયના લોકોનો મોટી સંખ્યામાં આવવા બદલ આભાર માન્યો હતો. એટલું જ નહીં PMએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આખો દેશ કહી રહ્યો છે કે મોદીજી તમારું કમળ ખીલશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે તમે જે રીતે અદ્ભુત અને જીવંત રોડ શો કર્યો છે… તમારો આ પ્રેમ, તમારા આ આશીર્વાદ… હું તમારું આ ઋણ ચોક્કસપણે ચૂકવીશ. તમારા પ્રેમ અને આશીર્વાદનું ઋણ હું મેઘાલયનો વિકાસ કરીને, તમારા કલ્યાણના કાર્યોને ઝડપી બનાવીને ચૂકવીશ. તમારા આ પ્રેમને હું વ્યર્થ નહિ જવા દઉં. આ રોડ શોની તસવીરોએ તમારો સંદેશ દેશના ખૂણે-ખૂણે પહોંચાડ્યો છે. મેઘાલયમાં દરેક જગ્યાએ ભાજપ દેખાય છે. પહાડી વિસ્તાર હોય કે મેદાની વિસ્તાર હોય… ગામ હોય કે શહેર, દરેક જગ્યાએ કમળ ખીલેલું જોવા મળે છે. કેટલાક લોકો જેમને દેશે નકારી કાઢ્યા છે, જેઓ નિરાશાના ખાડામાં ગરકાવ થઈ ગયા છે… આજકાલ તેઓ કહી રહ્યા છે કે, મોદીજી, તમારી કબર ખોદાશે. પરંતુ દેશ કહી રહ્યો છે અને દેશનો દરેક ખૂણો કહી રહ્યો છે કે, મોદીજી તમારું કમળ ખીલશે.
આ પણ વાંચો: Gujarat Budget 2023/ગુજરાતની સંસ્કૃતિને પહેલી વખત બજેટ સાથે જોડાઈ,બજેટ પોથીમાં હસ્તકળાને અપાયું સ્થાન
આ પણ વાંચો: Health Tips/ટામેટા ખાતા પહેલા થઇ જાવ સાવધાન, દરરોજ સેવન કરવાથી થઇ શકે છે આ ગંભીર બીમારી
આ પણ વાંચો: Corrupt administration/ખોખલો વહીવટ ખોખલો બ્રિજઃ હાટકેશ્વર બ્રિજને તોડ્યા વગર કોઈ છૂટકો નથી