ગુજરાત/ HDFC બેંકમાં તસ્કરો ત્રાટકયા, ફિલ્મી સ્ટાઈલમાં કરી બેંકની તિજોરીની ચોરી

શહેરમાં HDFC બેંકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. તસ્કરો HDFC બેંકમાં ઘૂસ્યા અને આખેઆખી તિજોરી ઉઠાવીને લઈ ગયા.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 31T123327.730 HDFC બેંકમાં તસ્કરો ત્રાટકયા, ફિલ્મી સ્ટાઈલમાં કરી બેંકની તિજોરીની ચોરી

ભરૂચ : શહેરમાં HDFC બેંકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. તસ્કરો HDFC બેંકમાં ઘૂસ્યા અને આખેઆખી તિજોરી ઉઠાવીને લઈ ગયા. તિજોરી તૂટી કે નહી અને તસ્કરો કેમ ફરાર થઈ ગયા પોલીસ તેની તપાસ કરશે.

ફિલ્મોમાં બતાવવામાં આવે છે તેમ તસ્કરોએ બેંકની તિજોરીમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં સફળતા ના મળતા આખરે તસ્કરો બેંકની આખેઆખી તિજોરી બહાર લઈ જાય છે. આ ઘટના આમદરા ગામે HDFC બેંક બનવા પામી. HDFC બેંક માં ચોરીની ઘટના બની હોવાની માહિતી સામે આવતા પોલીસ બનાવસ્થળ પર પંહોચી. પોલીસ પણ બેંકની સ્થિતિ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. પ્રાથમિક તપાસ કરતા પોલીસના ધ્યાનમાં આવ્યું કે તસ્કરો યેનકેન રીતે બેંકમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસી ગયા. અને ત્યારબાદ બેંકની તિજોરી તોડવા પ્રયાસ કર્યો. પરંતુ તિજોરી ના તૂટતા તસ્કરો આખેઆખી તિજોરીને ઉઠાવી ગયા.

તસ્કરો HDFC બેંકમાં પતરું તોડી ઘૂસ્યા. તિજોરી ના તૂટતા આખરે દિવાલમાં બાકોરું પાડી તિજોરીને ઉઠાવી ટ્રેક્ટરથી ખેતરમાં લઇ ગયા. ખેતરમાં લઈ ગયા બાદ પણ તેમણે તિજોરી તોડવા એડીચોટીનું જોર લગાવ્યું. તિજોરી ના તૂટતા આખરે તસ્કરો થાકી ગયા અને લાગ્યું કે હવે લોકોને ખબર પડી જશે ત્યારે તેઓ તિજોરી ખેતરમાં જ મૂકી ફરાર થઈ ગયા. તસ્કરો જે ટ્રેકટરમાં મૂકી તિજોરી લઈ ગયા હતા તે ટ્રેકટર અને તિજોરી ખેતરમાં જ હતા. બાદમાં સ્થાનિક લોકોને આ બાબત ધ્યાનમાં આવતા પોલીસને જાણ કરી. પોલીસે તમામ બાબતોની ચકાસણી કરી અને આ તિજોરી HDFC બેંકની હોવાનું માલૂમ પડ્યું. બેંકના સ્ટાફ સાથે ખરાઈ કર્યા બાદ તિજોરીની ચકાસણી કરી તો અંદર રહેલ તમામ વસ્તુઓ સહી સલામત જોવા મળી. તિજોરીમાં 19 લાખની રોકડ રહી સલામત હોવાનું બેંકના સ્ટાફે જણાવ્યું.

ચોરી મામલે પોલીસે અનુમાન કર્યું કે બેંકની તિજોરીમાંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ થતા આખરે તસ્કરો આખેઆખી તિજોરી ઉઠાવી ગયા. પરંતુ ત્યાં પણ તસ્કરોને નિષ્ફળતા મળી અને લોખંડી તિજોરી તૂટી નહી. અંતે થાકી હારી તસ્કરો ફરાર થઈ ગયા. પોલીસ તપાસ કરશે કે આખરે HDFC બેંકમાં કયા શખ્સોએ ઘૂસણખોરી કરી હતી અને એવી કોની હિમંત થઈ કે તસ્કરો આખેઆખી તિજોરી ટ્રેકટરમાં નાખી ખેતરમાં લાવ્યા. આ તમામ બાબતોની પોલીસ ઝીણવટથી તપાસ કરી આરોપીઓની શોધ કરશે. આ મામલે ભરૂચ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા

આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?