Not Set/ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ યથાવત, સવારથી અત્યાર સુધીમાં ચારનાં મોત

જમ્મ, જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે પાકિસ્તાન દિવસ-રાત સીજફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અરનિયા અને સાંબા પછી હવે આરએસ પુરા સેકટરમાં પાકિસ્તાની રેન્જર્સ ગોળીબારી કરી રહ્યા છે. આજે બુધવારે સવારથી શરૂ કારાયેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં ચાર નાગરિકોના મોત નીપજ્યા છે. બુધવારે સવારે કઠુઆ જિલ્લાના હીરાનગરમાં સીમા પારથી ફાયરિંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન અહીના […]

Top Stories
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ યથાવત, સવારથી અત્યાર સુધીમાં ચારનાં મોત

જમ્મ,

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે પાકિસ્તાન દિવસ-રાત સીજફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અરનિયા અને સાંબા પછી હવે આરએસ પુરા સેકટરમાં પાકિસ્તાની રેન્જર્સ ગોળીબારી કરી રહ્યા છે. આજે બુધવારે સવારથી શરૂ કારાયેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં ચાર નાગરિકોના મોત નીપજ્યા છે.

બુધવારે સવારે કઠુઆ જિલ્લાના હીરાનગરમાં સીમા પારથી ફાયરિંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન અહીના લોંદી વિસ્તારમાં રામ પોલ નામની એક વ્યક્તિ ગોળીનો શિકાર થઈ ગઈ છે. જેને સારવાર માટે જમ્મુની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

પાકિસ્તાને બીએસએફની આશરે ૪૦ પોસ્ટોને નિશાના બનાવી હતી. ગત રાતથી સતત સીમાપારથી ગોળીબારી કરવામાં અઆવી રહી છે. આ ફાયરિંગમાં ચાર નાગરિક ઘાયલ થયા હતા. જેમાંથી ત્રણ હીરાનગરમાં સેક્ટરના લોંદી ગામની રહેવાસી છે, જયારે એક વ્યક્તિ અરનિયા સેક્ટરમાં ઘાયલ થઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ પાકિસ્તાનની તરફથી રાતભર હીરાનગર, સાંબા, રામગઢ, અરનિયા અને આરએસ પુરા સેક્ટરમાં ગોળીબારી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બોર્ડરના પાંચ કિ.મી.ની આસપાસની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. સતત ફાયરિંગને જોતા આરએસ પુરા, અરનિયા અને સાંબા સેક્ટરમાં વધુમાં વધુ બુલેટપ્રૂફ વાહનોને મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી 82 એમએમના મોર્ટાર છોડવામાં આવી રહ્યા છે.

પલાયન કરવા માટે લોકો મજબૂર બન્યા

પાકિસ્તાની રેન્જર્સ દ્વારા જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લામાં સૈન્ય અને અસૈન્ય સ્થળો પર સતત ગોળીબારી કરવામાં આવી રહી છે અને બોમ્બબારીના કારણે સીમાવર્તી ગામોમાંથી ૪૦,૦૦૦થી વધુ લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોની તરફ પલાયન થવા માટે મજબૂર બન્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ પ્રશાસન દ્વારા બનાવાયેલા અસ્થાયી શિબિરોમાં આશ્રય લીધો છે, જયારે મોટાભાગના લોકો અન્ય સ્થળે રહેતા પોતાના સંબંધીઓ અને મિત્રોના ઘરે આશરો લેવા માટે મજબૂર બન્યા છે.

મહિલા અને બાળકના થયા હતા મૃત્યુ

આ અગાઉ મંગળવારે પણ પાકિસ્તાને સીમાપારથઈ મોર્ટાર છોડ્યા હતા અને એલઓસીની સાથે જોડાયેલા અરનિયા અને આરએસ પુરા સેક્ટરના રહેણાકી વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું જયારે અખનૂરના સેરી પલ્લી ગામમાં એક માસુમ બાળકને પણ ગોળી વાગવાથી તેનું મોત નીપજ્યું હતું.