Not Set/ ‘હાઉસફુલ 4’ માં નાના પાટેકરને રિપ્લેસ કરશે બાહુબલીનો આ હીરો

હાઉસફુલ મુવી સિરીઝની ચોથી ફિલ્મ આવી રહી છે અને આ ફિલ્મનાં પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાલા છે. મીટુ મુવમેન્ટમાં નાના પાટેકર પર યૌન શોષણનાં આરોપ લાગ્યા હતા અને ફિલ્મ પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાલા પર પણ આરોપ લાગ્યા હતા. હાઉસફુલ 4 માં નાના પાટેકર પણ શામેલ હતા. પરંતુ હવે આ ફિલ્મમાં વધુ એક ફેરફાર થયો છે. નાના પાટેકરની જગ્યાએ […]

Uncategorized
rana nana ‘હાઉસફુલ 4’ માં નાના પાટેકરને રિપ્લેસ કરશે બાહુબલીનો આ હીરો

હાઉસફુલ મુવી સિરીઝની ચોથી ફિલ્મ આવી રહી છે અને આ ફિલ્મનાં પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાલા છે. મીટુ મુવમેન્ટમાં નાના પાટેકર પર યૌન શોષણનાં આરોપ લાગ્યા હતા અને ફિલ્મ પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાલા પર પણ આરોપ લાગ્યા હતા. હાઉસફુલ 4 માં નાના પાટેકર પણ શામેલ હતા.

પરંતુ હવે આ ફિલ્મમાં વધુ એક ફેરફાર થયો છે. નાના પાટેકરની જગ્યાએ હવે આ ફિલ્મમાં બાહુબલીનાં આ હીરોને લેવામાં આવ્યા છે. રાણા દગ્ગુબાટી હવે નાના પાટેકરના સ્થાને આ ફિલ્મમાં આવશે. આ ફિલ્મમાં જોડાવાની વાતને સ્વીકારતા હીરોએ જણાવ્યું કે, ‘હું આ પ્રકારની ફિલ્મનો હિસ્સો ક્યારેય બન્યો નથી અને હું ઉત્સાહિત છું આ પ્રકારની ફિલ્મમાં કામ કરવા માટે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રીતેશ દેશમુખ પણ છે. રાણા દગ્ગુબાટીએ જણાવ્યું હતું કે, ‘હું અક્ષય કુમાર અને સાજીદ નડીયાદવાલા સાથે કામ કરવા માટે આતુર છું.’