Cricket/ ધોની સ્ટાઇલમાં આ બેટ્સમેને બચાવી પોતાની વિકેટ, જુઓ Video

આ મેચમાં હોબાર્ટ હરિકેન્સનાં બેટ્સમેન ડી’આર્શી શોર્ટે 51 બોલમાં સાત ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય કેપ્ટન મેથ્યુ વેડે 46 બોલમાં 93 રન બનાવ્યા હતા

Sports
bbl d'arcy short

બિગ બેશ લીગ (BBL) 2021-22 ટૂર્નામેન્ટ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે. શનિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી લીગની આઠમી મેચમાં હોબાર્ટ હરિકેન્સે ડકવર્થ-લુઇસ નિયમ (DSL) હેઠળ સિડની સિક્સર્સને 44 રનથી હરાવ્યું હતું.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – તોફાન / અમેરિકાના આ રાજ્યમાં તોફાનના લીધે ભારે તારાજી,અત્યાર સુધી આટલા લોકોના મોત જાણો વિગત

આ મેચમાં હોબાર્ટ હરિકેન્સનાં બેટ્સમેન ડી’આર્શી શોર્ટે 51 બોલમાં સાત ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય કેપ્ટન મેથ્યુ વેડે 46 બોલમાં 93 રન બનાવ્યા હતા. જો કે, આર્શી શોર્ટ તેની ઇનિંગ્સ કરતાં વધુ તેના પરાક્રમ માટે હેડલાઇન્સમાં રહ્યો હતો, જેના કારણે તે રન આઉટ થવાથી બની શક્યો હતો. BBLએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં આર્શી શોર્ટ રન આઉટ થવાથી બચવા માટે એવુ કરતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને ચાહકો હસવાનું રોકી શક્યા નથી. હોબાર્ટનો બેટ્સમેન રન આઉટ થવાથી બચવા માટે તેના બન્ને પગ ફેલાવતો જોવા મળે છે. આ દરમિયાન તેના હાથમાં બેટ પણ દેખાતું નથી. તેનો એક પગ ક્રિઝની અંદર છે જ્યારે બીજો પગ ક્રિઝની બહાર છે. જો કે આ સ્ટાઈલ જોઇને તમને એકવાર ધોનીની યાદ જરૂર આવી ગઇ હશે. જી હા, આ પહેલા એચ મેચમાં સ્ટમ્પ આઉટ થવાથી બચવા માટે ધોનીએ આ રીતે જ પોતાના પગ ફેલાવ્યા હતા. અહી ડી આર્શી શોર્ટેની આ સ્ટાઇલ જોતા BBL એ તેનો ફોટો શેર કર્યો છે, જેમા સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘નમસ્તે ડી’આર્શી શોર્ટ.’ તેના આ એક્શન પર ફેન્સ ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો – જાહેરાત / મહારાષ્ટ્ર સરકારે કરી મોટી જાહેરાત, મરાઠા અનામત આંદોલનમાં માર્યા ગયેલા પરિવારજનોને આપવામાં આવશે…

આ પહેલા, હોબાર્ટ હરિકેન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં બે વિકેટે 213 રન બનાવ્યા હતા. આ પછી વરસાદને કારણે મેચ 18 ઓવરની કરવામાં આવી હતી, જેના જવાબમાં સિડની સિક્સર્સની ટીમ ચાર વિકેટે 151 રન જ બનાવી શકી હતી. ટીમ માટે જોશ ફિલિપે 46 બોલમાં 72 રનની તોફાની ઇનિંગ રમી હતી. મેથ્યુ વેડને તેની શાનદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.