Protest/ કુસ્તીબાજોને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા આ ભાજપના નેતા,જાણો શું કહ્યું…

રવિવારે કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત ભાજપની મહિલા સાંસદોને ખુલ્લો પત્ર લખ્યો હતો, પત્રમાં કુસ્તીબાજોએ મહિલા સાંસદો પાસેથી સમર્થન માંગ્યું હતું.

Top Stories India
4 11 કુસ્તીબાજોને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા આ ભાજપના નેતા,જાણો શું કહ્યું...

જંતર-મંતર ખાતે ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રવિવારે કુસ્તીબાજોએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત ભાજપની મહિલા સાંસદોને ખુલ્લો પત્ર લખ્યો હતો. પત્રમાં કુસ્તીબાજોએ મહિલા સાંસદો પાસેથી સમર્થન માંગ્યું હતું. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દર સિંહ કુસ્તીબાજોને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા હતા. તમામ કુસ્તીબાજોને મળ્યા બાદ બિરેન્દર સિંહે કહ્યું કે, તપાસ બાદ દોષિતોને સજા મળવી જોઈએ. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “જે મુદ્દાઓ પર કુસ્તીબાજોએ અવાજ ઉઠાવ્યો છે તેનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ. જો કોઈ દોષિત હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ.  મહિલા કુસ્તીબાજોએ ઉઠાવેલા મુદ્દાઓ ખૂબ ગંભીર મુદ્દાઓ છે.

મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે જંતર-મંતર પર કહ્યું કે અમે અમારો વિરોધ જંતર-મંતર સુધી મર્યાદિત નહીં રાખીએ, પરંતુ તેને અન્ય સ્થળોએ પણ વિસ્તારીશું, કારણ કે અમને લાગે છે કે અમને દૂર ધકેલવામાં આવી રહ્યા છે.