મનોરંજન/ હોલિવૂડની આ બોલ્ડ ફિલ્મે નેટફ્લિક્સ પર બનાવ્યો રેકોર્ડ

હોલિવૂડ ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે વર્ષ 2015 માં રિલીઝ થઇ હતી. જો કે, તેના બોલ્ડ કંન્ટેન્ટનાં કારણે, આ ફિલ્મ ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી નહોતી આપાઇ.

Entertainment
તાઉતે વાવાઝોડું 74 હોલિવૂડની આ બોલ્ડ ફિલ્મે નેટફ્લિક્સ પર બનાવ્યો રેકોર્ડ

હોલિવૂડ ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે વર્ષ 2015 માં રિલીઝ થઇ હતી. જો કે, તેના બોલ્ડ કંન્ટેન્ટનાં કારણે, આ ફિલ્મ ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી નહોતી આપાઇ. જોકે, બાદમાં ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મને ભારત પહોંચાડવા માટે બીજો રસ્તો અપનાવ્યો. નિર્માતાઓએ તેને ઓટીટી પ્લેટફોર્મ પર ફ્રી કરવાનો નિર્ણય કર્યો. અને આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

બોલિવુડ / કોરોના સંક્રમિત દર્દીઓ માટે સોનુએ ડોક્ટરને પૂછ્યા આ પ્રશ્ન…કે મચી ગઇ સનસનાટી

આ ફિલ્મે નેટફ્લિક્સ પર સફળતાનાં નવા રેકોર્ડ લખવાનું શરૂ કર્યું છે. દેશમાં આ અઠવાડિયાનાં ટોચનાં 10 ટ્રેન્ડમાં તે નંબર વન ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’ તે સમયે પણ સેન્સર બોર્ડ માટે માથાનો દુખાવો બની ગઇ હતી. ફિલ્મનાં ઘણા નગ્ન દ્રશ્યો નિકાળ્યા પછી પણ સર્ટિફિકેટ આપી શકાયું નહીં, કારણ કે ફિલ્મની ભાષા પણ ખૂબ જ બોલ્ડ અને વાંધાજનક માનવામાં આવતી હતી. વળી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં એક અહેવાલ મુજબ સીબીએફસીનાં તત્કાલીન સીઈઓ શ્રવણ કુમારે કહ્યું હતું કે નિર્માતાઓ તેની સામે અપીલ કરી શકે છે અને રિવાઇજિંગ સમિતિ પાસે જઇ શકે છે.

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન તંગદીલી / ઇઝરાઇલના સમર્થનમાં પોસ્ટ કરવું અભિનેત્રીને પડ્યું ભારે, સોશિયલ મીડિયાને આપી તિલાંજલિ

આ ફિલ્મને સેન્સર બોર્ડની પરવાનગી મળી શકી નહોતી. જે બાદ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામા આવી હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની છે. નિર્માતાઓ ફિલ્મની આ સફળતાથી ખૂબ જ ખુશ છે. તેમના મતે, આ ફિલ્મ નવા રેકોર્ડ પોતાના નામે કરશે. ભારતમાં આ ફિલ્મની એક પોસ્ટ પણ ખૂબ જ ઝડપે વાયરલ થઈ રહી છે.

majboor str 14 હોલિવૂડની આ બોલ્ડ ફિલ્મે નેટફ્લિક્સ પર બનાવ્યો રેકોર્ડ