OMG!/ આ છોકરાને એવો શોખ છે કે મહિલાઓના અંડરગારમેન્ટ્સની કરે છે ચોરી, જુઓ Video

ઉત્તર પ્રદેશના એક અજીબોગરીબ કેસમાં 2 એવા લોકોની ધરપકડ કરવામાં આવી છે જે મહિલાઓનાં અન્ડરગર્મેન્ટ્સની ચોરી કરતા હતા. અન્ડરગાર્મેન્ટ ચોરીના આ કેસનો વીડિયો પોલીસને પણ મળી ચૂક્યો છે. વીડિયોમાં બંને યુવકો અન્ડરગર્મેન્ટ્સ ચોરી કરે છે અને પછી તેમની સ્કૂટીથી ફરાર થતા જોઇ શકાય છે. સદર પોલીસે ધરપકડ કરાયેલા આ યુવાનોના નામ મોહમ્મદ રોમિન અને મોહમ્મદ […]

Ajab Gajab News
chori આ છોકરાને એવો શોખ છે કે મહિલાઓના અંડરગારમેન્ટ્સની કરે છે ચોરી, જુઓ Video

ઉત્તર પ્રદેશના એક અજીબોગરીબ કેસમાં 2 એવા લોકોની ધરપકડ કરવામાં આવી છે જે મહિલાઓનાં અન્ડરગર્મેન્ટ્સની ચોરી કરતા હતા. અન્ડરગાર્મેન્ટ ચોરીના આ કેસનો વીડિયો પોલીસને પણ મળી ચૂક્યો છે.

વીડિયોમાં બંને યુવકો અન્ડરગર્મેન્ટ્સ ચોરી કરે છે અને પછી તેમની સ્કૂટીથી ફરાર થતા જોઇ શકાય છે.

સદર પોલીસે ધરપકડ કરાયેલા આ યુવાનોના નામ મોહમ્મદ રોમિન અને મોહમ્મદ અબ્દુલ છે. પૂછપરછ દરમિયાન બંનેએ કહ્યું છે કે તેઓ ફક્ત મનોરંજન માટે અંન્ડરગારમેન્ટ ચોરી કરતા હતા. હવે પોલીસે આ બંને સામે આઈપીસી કલમ 379 અને 509 હેઠળ ગુનો નોંધ્યો છે.

14 માર્ચે સંજય ચૌધરીએ સદર બજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેણે 2 લોકોને અન્ડરગાર્મેન્ટની ચોરી કરતા જોયા છે જેમને ઘરની બહાર સૂકવવા મૂકવામાં આવ્યા હતા અને તેનો એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોમાં રોષ ભરાયો હતો.

ઘણા લોકોએ એવી શંકા પણ વ્યક્ત કરી હતી કે સ્ત્રીના અન્ડરગર્મેન્ટ્સની ચોરી કરવા પાછળનાં કારણો રહસ્યમય અથવા કાળા જાદુને કારણે પણ હોઈ શકે છે.

ત્યારબાદ ટ્વીટર પર હેશટેગ પેન્ટીચોર અબ્દુલ પણ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. ત્યારબાદ સોશિયલ મીડિયા સાઇટ પર આ કેસને લઈને ઘણા બધા મીમ્સ પણ શેર કરવામાં આવ્યા હતા.