દુશ્મન કા દુશ્મન દોસ્ત કોંગ્રેસ નીતિ!/ વડાપ્રધાનની માતા વિરૂદ્ધ ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના આ નેતાએ ‘આપ’ પર સાંધ્યું નિશાન કહ્યું…

માતા તો માતા હોય છે, તે કોઈની પણ હો, માતા કમાતા નથી હોતા પરંતુ પૂત કપૂત હોય છે. અને માતા અંગે ટિપ્પણી કરી તે પણ 100 વર્ષના છે અને તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી

Top Stories Others India
7 23 વડાપ્રધાનની માતા વિરૂદ્ધ ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના આ નેતાએ 'આપ' પર સાંધ્યું નિશાન કહ્યું...

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઇ નથી પરંતુ ચારેબાજુ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં પરંતુ રાજકીય પક્ષ વચ્ચે પણ આકરા પ્રહારો ધ્વારા શીત યુદ્ધ શરૂ થયું છે. પરંતુ આ વખતે તો  ગુજરાતની ચૂંટણીને લઇને વિડીયો પોલિટીક્સ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાનો વડાપ્રધાન મોદીના માતા અંગે વિવાદિત ટિપ્પણી કરતો વિડીયો વાઇરલ થયો હતો. જેને લઈને ભાજપના અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે હવે છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની નિંદા કરતા કહ્યું હતુ કે, આ ગુજરાત અને દેશ તેને સહન કરશે નહીં.

ગુજરાતમાં ઇલેક્શન કોઇ તહેવારથી કમ નથી. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ગુજરાતની પ્રજા જુદા જ મુડમાં આવી જાય છે. કારણ કે ચૂંટણીના માહોલમાં વચ્ચે દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે આ દરમિયાન ગુજરાતમાં વિડીયો પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું છે. ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો સામે આવી રહ્યા છે. વાઇરલ થયેલા એક વિડીયોમાં ગોપાલ ઇટાલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી જેને લઈ હવે કોંગ્રેસ પણ મેદાને છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે ગોપાલ ઇટાલિયાની નિંદા કરતા કહ્યું હતુ કે, આ ગુજરાત અને દેશ તેને સહન કરશે નહીં.ગોપાલ ઇટાલિયાએ જાતિવાદી ટિપ્પણી કરી હતી જેને ગુજરાત અને દેશ સહન નહીં કરે. તેમણે PMની માતા વિશે ટિપ્પણી કરી હતી. માતા તો માતા હોય છે. તે કોઈની પણ હોઇ. માતા કમાતા નથી હોતા પરંતુ પૂત કપૂત હોય છે. અને માતા અંગે ટિપ્પણી કરી તે પણ 100 વર્ષના છે અને તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસ તેની નિંદા કરે છે.

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો ભાજપના નેતા દ્વારા વાઇરલ કરવામાં આવ્યો હતો . જેમાં ગોપાલ ઇટાલિયા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. એટલુ જ નહિ તેમણે કહ્યુ હતુ કે પીએમ મોદીની માતા હીરાબા પણ ડ્રામા કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે હવે કોંગ્રેસના નેતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વીડિયો પોલિટીક્સમાં હજુ સુધી ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાની પ્રતિક્રિયા સામે નથી આવી.