Not Set/ ટીમ ઈન્ડિયાની પહેલી મેચમાં જીત બાદ વિલિયમસનની મુસિબત વધી, કોણ રમશે, કોણ બહાર બેસશે રહસ્ય

ઈડન પાર્ક ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ પ્રવાસની શાનદાર શરૂઆત કરી હતી. હવે બંને ટીમો ફરી એક જ મેદાન પર બીજી ટી-20 મેચમાં સામ-સામે જોવા મળશે. આ મેચમાં યજમાન ટીમની વાપસી થશે. પાંચ મેચની ટી-20 સિરીઝમાં ભારત હાલમાં 1-0 થી આગળ છે, જેને હવે તે 2-0 થી આગળ બનાવવા માગશે. યજમાન ટીમનાં […]

Top Stories Sports
Add a heading 3 ટીમ ઈન્ડિયાની પહેલી મેચમાં જીત બાદ વિલિયમસનની મુસિબત વધી, કોણ રમશે, કોણ બહાર બેસશે રહસ્ય

ઈડન પાર્ક ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ પ્રવાસની શાનદાર શરૂઆત કરી હતી. હવે બંને ટીમો ફરી એક જ મેદાન પર બીજી ટી-20 મેચમાં સામ-સામે જોવા મળશે. આ મેચમાં યજમાન ટીમની વાપસી થશે.

પાંચ મેચની ટી-20 સિરીઝમાં ભારત હાલમાં 1-0 થી આગળ છે, જેને હવે તે 2-0 થી આગળ બનાવવા માગશે. યજમાન ટીમનાં કેપ્ટન કેન વિલિયમ્સને પ્રથમ મેચ બાદ કહ્યું કે, ટીમને ત્રણેય વિભાગમાં સુધાર લાવવાની જરૂર છે. પ્રથમ મેચમાં કિવિ બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો અને 203 રનનો સ્કોર બનાવ્યો હતો, પરંતુ બોલરો આ ટાર્ગેટ બચાવવામાં નિષ્ફળ ગયા હતા.

લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની ભાગીદારી બાદ શ્રેયસ ઐયરની તોફાની ઇનિંગે ભારતને એક ઓવર પહેલા જ જીત અપાવી હતી. આ દ્રષ્ટિકોણથી, બંને ટીમોનાં બોલરોની બેટ્સમેનો ખૂબ ધોલાઇ કરી હતી, જેનું એક કારણ અહીંની નાની બાઉન્ડ્રી પણ છે. તેથી જ ફરી એક વખત આ મેદાન પર મોટા સ્કોરની મેચ જોવા મળી શકે છે અને અગાઉની મેચ કરતા વધારે રન બનાવુ પણ શક્ય છે.

આવી સ્થિતિમાં, પડકાર બોલરો માટે વધી જાય છે. નાની બાઉન્ડ્રી અને પીચને જોતાં રન બચાવવાનું તેમના માટે મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને બીજી ઇનિંગમાં કારણ કે અહીં ઝાકળ પણ એક કારણ છે જે બોલરોને પરેશાન કરી શકે છે. તેથી, બંને ટીમો તેમના બોલિંગનાં સમીકરણો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કિવિ ટીમમાં અનુભવનાં નામે સૌથી મોટું નામ ટિમ સાઉદી છે. ફાસ્ટ બોલિંગમાં સાઉદી ઉપરાંત હમિશ બેનેટ, બ્લેયર ટિકનેર છે. સ્પિનમાં મિશેલ સેંટનર અને ઈશ સોઢી છે. જો કે આ બધા જ પ્રથમ મેચમાં નિષ્ફળ ગયા હતા. હવે જોવાનું એ છે કે કેન વિલિયમસન આ બોલિંગ એટેકમાં ફેરફાર કરે છે કે નહીં, અથવા આ બોલર કેવી રીતે વિરુદ્ધ પરિસ્થિતિમાં ભારતીય બેટિંગનો સામનો કરે છે તે જોવાનું રહેશે.

ભારત:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), સંજુ સેમસન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર

ન્યૂઝીલેન્ડ:

કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, સ્કોટ કુગ્લેજિન, કોલિન મુનરો, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટોમ બ્રુસ, ડાર્લી મિશેલ, મિશેલ સેંટનર, ટિમ સેઇફર્ટ (વિકેટકીપર), હામિશ બેનેટ, ઈશ સોઢી, ટિમ સાઉદી, બ્લેર ટિકનેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.