Cricket/ આ ગુજરાતી બેટ્સમેને USA માટે ફટકારી ધમાકેદાર વનડે સદી

ઓમાનનાં અલ અમેરાતમાં રમાઈ રહેલી આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં અમેરિકન ટીમ નેપાળ સામે ઉતરી હતી. અમેરિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

Sports
અલ

અમેરિકન ક્રિકેટ ટીમ ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગળ વધી રહી છે. થોડા દિવસો પહેલા જ પંજાબમાં જન્મેલા જસકરન મલ્હોત્રાએ આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ II ટુર્નામેન્ટમાં પાપુઆ ન્યૂ ગિની સામે અણનમ 173 રન બનાવી હંગામો મચાવ્યો હતો. તે મેચમાં તેણે એક ઓવરમાં 6 સિક્સરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે પછીની મેચ સોમવારે નેપાળ ક્રિકેટ ટીમ સામે રમાઈ હતી, જ્યા હવે બીજા બેટ્સમેનનાં બેટે ગર્જના કરી હતી. આ વખતે પણ ખેલાડી ભારતીય છે, જેનુ નામ મોનક પટેલ છે.

1 222 આ ગુજરાતી બેટ્સમેને USA માટે ફટકારી ધમાકેદાર વનડે સદી

આ પણ વાંચો – મોટા સમાચાર / રમીઝ રાજા બન્યા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ, કોમેન્ટ્રી છોડવાનું કર્યું નક્કી

ઓમાનનાં અલ અમેરાતમાં રમાઈ રહેલી આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં અમેરિકન ટીમ નેપાળ સામે ઉતરી હતી. અમેરિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. સો રનની અંદર નેપાળે અમેરિકન ટીમનાં ત્રણ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા મોનક પટેલે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યુ હતુ. ભારતમાં જન્મેલા 28 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન મોનક પટેલે શરૂઆતમાં થોડો સંયમ બતાવ્યો હતો પરંતુ ધીમે ધીમે તેના રનની ગતિ વધતી ગઈ. હાફ સેન્ચુરી બાદ મનોબળ વધ્યું અને જોત જોતામાં તે પોતાની બીજી વનડે સદી સુધી પહોંચી ગયો. તે સદી ફટકાર્યા બાદ આઉટ થઈ ગયો હતો પરંતુ તેણે 114 બોલમાં 100 રનની ધમાકેદાર ઈનિંગ રમીને ચોક્કસપણે હેડલાઈન્સ બનાવી છે. આ ઇનિંગમાં મોનક પટેલે 9 ચોક્કા અને 1 છક્કો ફટકાર્યો હતો. તેની ધમાકેદાર ઈનિંગનાં કારણે બાકીનાં બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન હોવા છતાં, અમેરિકન ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા હતા. આ વખતે જસકરણ મલ્હોત્રા માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. જવાબમાં નેપાળની ટીમને 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. નેપાળ માટે કુશલ ભુરતલે 93 બોલમાં 84 રન બનાવ્યા હતા. જ્યારે મિડલ ઓર્ડરમાં રોહિત પોડેલે 87 બોલમાં અણનમ 62 રન રમીને નેપાળની ટીમને 49 ઓવરમાં 5 વિકેટથી જીત અપાવી હતી.

1 223 આ ગુજરાતી બેટ્સમેને USA માટે ફટકારી ધમાકેદાર વનડે સદી

આ પણ વાંચો – સ્વપ્ન રહ્યુ અધૂરું / રશિયાનાં ડેનિલ મેદવેદેવે, નોવાક જોકોવિચનું 21 મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનું સપનું તોડ્યું

મોનક પટેલનો જન્મ 1 મે 1993 નાં રોજ ગુજરાતનાં આણંદમાં થયો હતો. તેઓ ગુજરાતની અંડર-16 અને અંડર-19 ટીમમાં પણ સામેલ થયા છે. તે પ્રથમ વખત ઓગસ્ટ 2018 માં પ્રકાશમાં આવ્યો હતો જ્યારે તેને આઇસીસી ટી 20 વર્લ્ડ કપ અમેરિકન ક્વોલિફાયર ટુર્નામેન્ટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસએ) ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે ટુર્નામેન્ટમાં, માત્ર રમવા માટે જ બહાર આવ્યો ન હતો પરંતુ 208 રન સાથે ટુર્નામેન્ટમાં ટોપ સ્કોરર પણ સાબિત થયો હતો. આ પછી, નવેમ્બર 2019 માં, જ્યારે તેને પ્રાદેશિક સુપર-50 ટુર્નામેન્ટમાં યુએસ ટીમમાં સામેલ કરવામાં આવ્યો, ત્યારે તે ત્યાં 230 રન સાથે ટોપ સ્કોરર પણ હતો. અત્યાર સુધી આ ગુજરાતી બેટ્સમેને 16 વનડેમાં 423 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટે એક સદી અને બે અડધી સદી ફટકારી છે. જણાવી દઇએ કે, મોનક પટેલે 27 એપ્રિલ 2019 નાં રોજ પાપુઆ ન્યૂ ગિની સામે વનડે ડેબ્યૂ કર્યું હતું.