Recipe/ શિયાળામાં ઘરે આ રીતે બનાવો રીંગણા નો ઓળો, ખાવાની મજા પડી જશે ….

રીંગણા નો ઓળો પંજાબમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ રેસીપી બનાવતા થોડો સમય તો લાગે છે

Food Lifestyle
Untitled 12 2 શિયાળામાં ઘરે આ રીતે બનાવો રીંગણા નો ઓળો, ખાવાની મજા પડી જશે ....

રીંગણા નો ઓળો લગભગ બધાને ખાવાનો પસંદ હોય છે. ભારતના બિહાર અને ઝારખંડમાં આ રીંગણા નો ઓળો ની રેસીપી ખૂબ જ ફેમસ છે. અહીંના લોકો રોટલી, ભાત અને લિટી સાથે ખાય છે.

રીંગણા નો ઓળો પંજાબમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ રેસીપી બનાવતા થોડો સમય તો લાગે છે પરંતુ તેનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ હોય છે. ખાસ કરીને શિયાળામાં રીંગણા નો ઓળો એક અલગ જ ટેસ્ટ આપે છે.

રીંગણા નો ઓળો બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 2 રીંગણા
  • 2 લીલા મરચાં
  • 1 લસણની કડી
  • 2 ટમેટા
  • 1/2 કપ વટાણા
  • 1 ડુંગળી
  • 10 ગ્રામ તેલ
  • 1/2 ચમચી જીરૂ
  • 2 થી 3 લાલ મરચાં
  • 1/4 ચમચી હિંગ
  • 1/2 ચમચી હળદર
  • 1/2ચમચી લાલ મરચું પાઉડર
  • 1ચમચી નમક (સ્વાદાનુસાર)

ઓળો બનાવવાની રીત

સૌથી પહેલા રીંગણા ઉપર થોડું તેલ લગાવી દો,હવે ચાકુની મદદથી વચ્ચે તેમાં કાપા લગાવો.તેની અંદર લસણ અને લીલા મરચાં ભરી દો.હવે આ રીંગણને ગેસ ચાલુ કરી ધીમી આંચ પર પાકવા દો.તમે ચાહો તો ચુલા ની અંદર પણઆ રીંગણ ને  મૂકી શકો છો.રીંગણ ની પાસે ટમાટર ને પણ મૂકી દો.જ્યારે ચારે તરફથી રીંગણ પાકી જાય ત્યારબાદ તેને બહાર કાઢી લો.હવે ટમેટાને પણ ચારે તરફથી પકાવી લો.

જ્યારે ટમેટા ચારેતરફથી શેકાઇ જાય ત્યાર બાદ તેને ઠંડા થવા માટે છોડી દો.થોડા થોડા ગરમ હોય ત્યાર બાદ તેની છાલ કાઢી લો.હવે એક પેન લઇ તેમાં ગરમ તેલ કરવા મુકો અને તેમાં જીરૂ, મરચાં અને હિંગ નાખી થોડીવાર માટે ભુનો.બાદમાં તેમાં બારીક કાપેલી ડુંગળી નાખો અને થોડી વાર માટે પાકવા દો.હવે તેમાં વટાણાના દાણા ઉમેરી દો.તયારબાદ તેમાં મરચું, હળદર અને નમક નાખી અને મિક્સ કરો.હવે આપણે તૈયાર કરેલા મિશ્રણ ને આ મિશ્રણની અંદર નાંખી અને સારી રીતે મિક્સ કરો.રીંગણને નાખતા પહેલા તેના નાનું નાનું કચુંબર કરી લો જેથી તે સરસ રીતે મિક્સ થઈ જાય.3 થી 4 મિનિટ માટે કવર ઢાંકી અને તેને પાકવા દો. તમારો રીંગણનો ઓળો હવે બનીને તૈયાર થઇ ગયો છે.