કૃષિ કાયદો/ આ હ્રદય પરિવર્તન નથી પણ ચૂંટણીનો ડર છે : પી.ચિદમ્બરમ

આજે શુક્રવારની સવાર ખેડૂતો માટે અને ખાસ કરીને જે ખેડૂતો કે જેઓ ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આંદલોન કરી રહ્યા છે તેમના માટે લાભદાયી રહ્યો છે.

Top Stories India
પી ચિદમ્બરમ

આજે શુક્રવારની સવાર ખેડૂતો માટે અને ખાસ કરીને જે ખેડૂતો કે જેઓ ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આંદલોન કરી રહ્યા છે તેમના માટે લાભદાયી રહ્યો છે. આજે સવારે વડાપ્રધાન મોદીએ આ ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવાની ઘોષણા કરી દીધી છે. જેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ છે. આ અંગે પી.ચિદમ્બરમે પણ કઇંક કહ્યુ છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / ખેડૂતોનું આંદોલન સફળ, PM મોદીએ 3 કૃષિ કાયદા પાછો ખેંચવાનો કર્યો નિર્ણય

આપને જણાવી દઇએ કે, ત્રણ કૃષિ કાયદાઓ પરત ખંચવાની વડાપ્રધાન મોદીની ઘોષણા બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવવી સ્વાભાવિક હતી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ નિર્ણયને ખેડૂતોની જીત બતાવતા ઘમંડનું માથુ ઝુક્યુ હોવાનુ કહ્યુ, ત્યારે પી.ચિદમ્બરમે પણ ટ્વીટ કરતા પોતાની વાતને જનતા સમક્ષ રાખી હતી. તેમણે ટ્વીટ કરતા લખ્યુ કે, ‘લોકતાંત્રિક વિરોધ દ્વારા જે હાંસલ કરી શકાતું નથી તે આવનારી ચૂંટણીનાં ડરથી મેળવી શકાય છે. ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની વડા પ્રધાનની જાહેરાત નીતિમાં ફેરફાર અથવા હૃદય પરિવર્તનથી પ્રેરિત નથી. તે ચૂંટણીનાં ડરથી પ્રેરિત છે. કોઈપણ રીતે, આ ખેડૂતો અને કોંગ્રેસ પક્ષ માટે એક મોટી જીત છે જે કૃષિ કાયદાનાં વિરોધમાં અડગ હતી.’

કૃષિ કાયદાની વાપસી પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું અને લખ્યું, ‘દેશનાં અન્નદાતાએ સત્યાગ્રહ સાથે ઘમંડનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન. જય હિંદ, જય હિંદ ખેડૂત.’ આ સાથે રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં પોતાનો એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ ખેડૂતોનાં આંદોલનને સમર્થન આપી રહ્યા છે.

આ પણ વાંચો – કૃષિ કાયદો / PM મોદીનાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના એલાન બાદ પણ રાકેશ ટિકૈતે આપી આવી પ્રતિક્રિયા

ઉલ્લેખનીય છે કે, પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અમે ખેડૂતો અને ખેતીની સ્થિતિ સુધારવા માટે નવા કૃષિ કાયદા લાવ્યા હતા, જેથી ખાસ કરીને નાના ખેડૂતોને ફાયદો થાય. આ કાયદો લાવતા પહેલા સંસદમાં તેની ચર્ચા થઈ હતી. મિત્રો, અમારી સરકાર ખેડૂતોનાં કલ્યાણનાં ઉમદા હેતુથી આ કાયદો લાવી હતી, પરંતુ અમે કેટલાક ખેડૂતોને આવી પવિત્ર વાત પૂરી રીતે સમજાવી શક્યા નથી, અમે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો અને આ કાયદાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમે તેમને સમજાવવામાં સફળ ન થયા, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો. તેથી હવે અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.