Destination Wedding/ કોરોનાકાળમાં બેસ્ટ છે આ ડેસ્ટીનેશન વેડિંગ સ્પોટ

કોરોનાના કપરાકાળમાં લગ્નગ્રંથીએ બંધાવા માટે આ સ્થળ બેસ્ટ

Gujarat

લગ્નગ્રંથીએ બંધાવા જઇ રહેલા નવદંપતી સાથે પરિવાર પણ પોતાના સંતાનો માટે ભવ્ય લગ્નની આથા રાખતા હોય છે. ડેસ્ટીનેશન વેડિંગ માટે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સ્થળ માંડ હશે. પરતું હવે જે સ્થળ યુગલોને મળ્યું છે ત્યાં લગ્ન કરીને જીવનના ખાસ દિવસની યાદોને વિશેષ બનાવવાની તક છે.

ભારના બેસ્ટ ડેસ્ટીનેશન વેડિંગ સ્પોટ અને રાજ્યના એકમાત્ર ડેસ્ટીનેશન વેડિંગ સ્પોટમાં મેરેજના ડ્રીમ પુરા કરવાની તમામ સુવિધાઓ છે. નર્મદાના કેવડિયા કોલોની ટેન્ટ સીટી-1નો સમાવેશ દેશના શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટીનેશનમાં કરાયો છે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ અન્ય આકર્ષણોના કારણે દુનિયાના બેસ્ટ પ્રવાસનોના આ સ્થળનો સમાવેશ થયો છે. નર્મદા કિનારા પાસે આવેલા ટેન્ટ સીટી 1 અદભૂત કુદરતી સૌદર્યથી ઘેરાયેલું છે.આજ કારણથી લોકો આ સ્થળ પર પસંદગી ઉતારે છે.

ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન કેવડિયાને આ દરજ્જો મેળવવામાં મદદ મળી હતી. 2020માં લોકડાઉનના બીજા તબ્બકામાં જૂનથી પ્રવાસનને વેગ આપવામાં આવ્યો હતો. કોરોના સ્પેશયલ વેડિંગ પેકેજ ઓફર કરવાની શરૃઆત કરવામાં આવી હતી, જેને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.

ટેન્ટ સીટી 1 માં એક દિવસમાં ત્રણ લગ્ન સમારંભ યોજી શકાય છે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. અત્યાર સુધી અહીં 22 લગ્ન યોજાઇ  ચૂક્યા છે.

આ વિશે વાત કરતાં ટેન્ટ સીટી-1 નાં મેનેજર “પાર્થ ઠક્કર કહે છે લગ્નપ્રસંગની વાત કરીએ તો 50  લોકો માટેની વ્યવસ્થા માટે 4.59 લાખ રૃપિયા છે. જેમાં લગ્ન માટેનું સ્પેશીયલ ડેકોરેશન, વર-વધુ માટે સ્પેશીલ ટેન્ટ, સવારનો નાસ્તો, બપોર અને રાત્રિનું ભોજન, 21 પ્રકારની વાનગી સાથેનું મેનું, દુલ્હા-દુલ્હન માટે વરમાળા, વેડિંગ ગેટ, મહેંદી માટે અર્ટિસ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મલ્ટીપર્પલ હોલ જે વેડિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે. થીમ પ્રમાણે પણ વેડિંગનું પ્લાનીંગ કરવામાં આવે છે.”

સ્ટેચ્યુ ઓફ યુનિટીને સૌથી શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટીનેશન લોકેશન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભારતના સૌથી બેસ્ટ ડેસ્ટીનેશન સ્પોટમાંથી સ્ટેચ્યુ ઓફ ટુનિટીનો ટેન્ટ સીટી 1નો સમાવેશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝીનના લિસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી 1 નો સમાવેશ કરવામાં આવ્યો છે. લગ્ન માટે ભારતના જુદા જુદા લોકેશન છે. જેમ કે મસૂરી, કોચી અને રાજસ્થાનના મેહેલો. હવે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સીટી 1નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારની ગાઇડ લાઇન પ્રમાણે રમણીય વાતાવરણ વચ્ચે કોરોનાના કપરાકાળમાં લગ્નગ્રંથીએ બંધાવા માટે આ સ્થળ બેસ્ટ કહી શકાય.