Murder/ સુરતમાં 9 વર્ષના બાળકની 13 વર્ષના કિશોરે કરી હત્યા, જાણો શું છે કારણ

આ ઘટના ભેસ્તાન સરસ્વતી નિવાસ નજીક બની છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું કે શ્રી લાલ યાદવનો 9 વર્ષનો પુત્ર, જે મૂળ અલાહાબાદનો હતો, તે પાંડેશરાના ભેસ્તાન નિવાસમાં રહેતો હતો.

Gujarat Surat
a 428 સુરતમાં 9 વર્ષના બાળકની 13 વર્ષના કિશોરે કરી હત્યા, જાણો શું છે કારણ

સુરતમાં 13 વર્ષીય કિશોરે 9 વર્ષીય કિશોરની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બાળક રમવા માટે ઘરેથી નીકળીને ગુરુવારે સવારે પાછો ફર્યો ન હતો. મોડી સાંજે તેનો મૃતદેહ ઘરથી થોડે દૂર ઝાડીમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી, જેમાં બહાર આવ્યું હતું કે 13 વર્ષિય રાજેશ નામના કિશોરે તેની હત્યા કરી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના ભેસ્તાન સરસ્વતી નિવાસ નજીક બની છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું કે શ્રી લાલ યાદવનો 9 વર્ષનો પુત્ર, જે મૂળ અલાહાબાદનો હતો, તે પાંડેશરાના ભેસ્તાન નિવાસમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ 13 વર્ષિય રાજેશ તેની સાથે રમતો હતો.

untitled1 1611892785 સુરતમાં 9 વર્ષના બાળકની 13 વર્ષના કિશોરે કરી હત્યા, જાણો શું છે કારણ

તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેના નાના ભાઈ મમનીષ સાથે અંશુનો ઝઘડો થયો હતો. તેણે તે બંનેને સમજાવ્યા. પણ અંશુએ સાંભળ્યું નહીં. ત્યારબાદ તેણે તેના ભાઈ મનીષ સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે તેણે લાકડી વડે માર મારતાં તેની હત્યા કરવામાં અવી હતી. પોલીસે જણાવ્યું કે કિશોરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો