શરમજનક/ અસલામત અમદાવાદમાં માત્ર 24 કલાકમાં બીજી વાર બની છેડતીની ઘટના

@ ભાવેશ રાજપૂત  અમદાવાદમાં મહિલાઓ કેટલી હદ્દે સુરક્ષિત છે તેનો જો અંદાજો લગાવવો હોય તો રોજના છાપામાં છપાતા સમાચારો ઉપરથી તારણ કાઢી શકાય છે. શહેરમાં રોજ એક છેડતીનો બનાવ બની રહ્યો છે, એટલુંજ નહિ જાહેર રોડ ઉપર તો પહેલા મહિલાઓની છેડતી થતી હતી. હવે સોશિયલ સાઈટો ઉપર પણ મહિલાઓની પજવણી- હેરાનગતિ કરવામાં આવી રહી છે. […]

Ahmedabad Gujarat
Girl molestation અસલામત અમદાવાદમાં માત્ર 24 કલાકમાં બીજી વાર બની છેડતીની ઘટના

@ ભાવેશ રાજપૂત 

અમદાવાદમાં મહિલાઓ કેટલી હદ્દે સુરક્ષિત છે તેનો જો અંદાજો લગાવવો હોય તો રોજના છાપામાં છપાતા સમાચારો ઉપરથી તારણ કાઢી શકાય છે. શહેરમાં રોજ એક છેડતીનો બનાવ બની રહ્યો છે, એટલુંજ નહિ જાહેર રોડ ઉપર તો પહેલા મહિલાઓની છેડતી થતી હતી. હવે સોશિયલ સાઈટો ઉપર પણ મહિલાઓની પજવણી- હેરાનગતિ કરવામાં આવી રહી છે. ગઈ કાલેજ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીએ અમદાવાદની યુવતીને બદનામ કરીને તેનો જીવન બરબાદ કરવા માટે તેના નામનું એક ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ બનાવીને તેની ઉપર યુવતીના ફોટોને એડિટ કરીને તેના સિમ્પલ ફોટોઝને પોર્ન ટાઈપ ફોટો બનાવીને અપલોડ કરી દીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાંજ આરોપીની ધરપકડ કરી લીધી હતી. સમગ્ર બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં માત્ર 24 જ કલાકમાં બીજી એક છેડતીની ઘટના અમદાવાદમાં બની છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરની ગાયકવાડ હવેલી પોલીસ લાઈનમાં પોલીસ કર્મી સેક્ટર-1ના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની સાથે રામબાગ વિસ્તારમાં ડૉક્ટરને ત્યાં દવા લેવા માટે નિકળ્યા હતાં. પત્નીને ડોક્ટરને ત્યાં દવા લેવા માટે ઉતારીને તેઓ તેમના સરકારી કામ માટે નીકળી ગયાં હતાં. ડૉક્ટરના ત્યાં સમય લાગે તેમ હોવાથી તેઓ શાકમાર્કેટમાં શાક લેવા માટે ગયાં હતાં.

શાક લેતી વખતે લારીની બાજુમાં ઉભેલો એક શખ્સ મહિલાની સામે બદઈરાદા પૂર્વક હસીને શું લેવું છે એમ પૂછતો હતો. જેથી મહિલાએ મારી સામે જોઈને કેમ બોલે છે તવું પૂછતાં આ શખ્સ આવેશમાં આવી ગયો હતો અને મહિલાને ચાલ મારી સાથે એમ કહીને બિભત્સ શબ્દો બોલ્યો હતો. બાદમાં શખ્સે જ્યોત્સનાબેન, વિમળાબેન અને નીતા બેન અહીં આવો આ બહેન મારી સાથે ઝગડો કરે છે એવી બૂમો પાડીને અન્ય મહિલાઓને બોલાવી હતી.

આ શખ્સે બોલાવેલી મહિલાઓએ ભેગા થઈને પોલીસ કર્મીની પત્ની સાથે બોલાચાલી કરીને ધક્કે ચઢાવી હતી. મહિલાના ગળામાંથી અને હાથમાંતી 1.30 લાખના દાગીના તોડી નાંખીને લઈ લીધા હતાં. મહિલાએ બબાલ વધતાં પતિને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. ત્યારે ટોળાએ તેમની સાથે પણ માથાકૂટ કરી હતી. જેથી મહિલાએ પોતાની સાથે છેડતી, મારામારી, ચેઈન સ્નેચિંગ સહિતની કલમો હેઠળ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.