નિવેદન/ યુક્રેન અને રશિયા યુદ્ધને ખતમ કરવામાં આ નેતા મહત્વની ભૂમિકા ભજવી શકે છે,આ પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન

વિશ્વમાં હાલ યુક્રેન અને રશિયા (Russia ) વચ્ચે છેલ્લા આઠ મહિનાથી યુદ્વ ચાલી રહ્યું છે જેમાં યુક્રેનમાં ભારે તારાજી થઇ છે અને હજુપણ ભારે નુકશાન થઇ રહ્યો છે

Top Stories India
A global leader

A global leader :     વિશ્વમાં હાલ યુક્રેન અને રશિયા (Russia ) વચ્ચે છેલ્લા આઠ મહિનાથી યુદ્વ ચાલી રહ્યું છે જેમાં યુક્રેનમાં ભારે તારાજી થઇ છે અને હજુપણ ભારે નુકશાન થઇ રહ્યો છે. આ  યુદ્વને રોકવા માટે ભારતના વડાપપ્રધાન નરેન્દ્ર મોદી સક્ષમ વ્યક્તિ છે તેવું જમ્મુ-કાશ્મીરના  પૂર્વ મંત્રી ફારૂક અબ્દુલાલએ (Farooq Abdullah)આ નિવેદન આપ્યું છે. આ યુદ્વને લઇને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જો પીએમ નરેન્દ્ર મોદી ઈચ્છે તો તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મોદી દરેકના મિત્ર છે, પુતિન અને બિડેન બંને સાથે પણ તેમના સારા સંબંધો છે.આ ઉપરાંત  ચીન સાથે ભારતની સ્થિતિ પર તેમણે કહ્યું કે આજે આપણે બંગડીઓ નથી પહેરી. આજે આપણે બધા હુમલો કરવા તૈયાર છીએ. ચીને 1962માં છેતરપિંડી કરી હતી.

 ઉલ્લેખનીય છે કે  તેમણે કહ્યું કે, મને આશા છે કે વડાપ્રધાન યુક્રેન યુદ્ધને ખતમ કરી શકશે કારણ કે તેનાથી વિશ્વની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi)   જ આ યુદ્વમાં મધ્યસ્થાની ભૂમિકા ભજવીને યુદ્વ ખતમ કરાવી શકે છેે. આ પહેલા પણ જ્યારે G-20 સમિટ સમયે પણ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલાએ નરેન્દ્ર મોદીની તારીફ કરી હતી.

નેશનલ કોન્ફરન્સ (NC)ના વડા ફારૂક અબ્દુલ્લાને આશા છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સાથે સફળતા હાંસલ કરશે.  ફારૂક અબ્દુલ્લાએ સોમવારે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ નવ મહિનાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવામાં સફળ રહેશે. એનસીના વડાએ કહ્યું કે યુદ્ધે વૈશ્વિક આર્થિક સ્થિતિ પર તબાહી મચાવી છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે ભારતને G-20 સમિટની અધ્યક્ષતા મળી છે. શક્ય છે કે આ બધા દેશો પર ભારતનો પડછાયો પડે અને મને આશા છે કે વડાપ્રધાન રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવામાં સફળ રહેશે.

China/ચીનમાં કોરોનાની ભયાવહ સ્થિતિ, આ શહેરોમાં કોરોના વિસ્ફોટ,જાણો વિગત

ગુજરાત/ વડોદરા બિલ્ડર હરીશ અમીનનું મોત અકસ્માત નહિ હત્યા : જાણો કેવી રીતે ઉકેલાયો ભેદ

મંજૂરી/કેન્દ્ર સરકારે નેઝલ વેક્સિનને આપી મંજૂરી, પહેલા ખાનગી હોસ્પિટલમાં મળશે