લેમન ગ્રાસ એક ખુબજ ટેસ્ટી, અને બહુ જ હેલ્ધી છોડ છે. આ છોડ આંગણામાં કે અગાસી ઉપર, બહુ જ સહેલાઇથી ઉછેરી શકાય તેવો ખૂબ જ ઉપયોગી છોડ છે. આ છોડને લેમન ગ્રાસ કહેવામાં આવે છે. હિન્દીમાં સુગંધી તુણ કહેવાય છે. આ છોડની સાઈડમાંથી એકાદ તંતુ મૂળ સહિત સળી કાઢી વાવવાથી તેનું સંવર્ધન સહેલાઇથી થાય. એક વાર વાવ્યા પછી વરસો સુધી ઓછી માવજતે ટકી રહે.
લેમન ગ્રાસમાંથી હેલ્ધી ચા બને છે જેને આપણે ગ્રીન ટી કહીએ છીએ. આ છોડના લીલા પાંદડા લઈ, તેના નાના નાના ટુકડા કરી એક રકાબીના પ્રમાણ સર ચાર પાંદ રાખવા. પછી તેને સાફ કરી ગરમ પાણીમાં સખત ઉકળવા. ત્યારબાદ તેમાં જરૂર મુજબ ખાંડ નાખો. ફુદીનાના પાંદડા હોય તો નાખો. યાદ રહે આમાં કાળી ચા ની ભૂકી કે દૂધ બિલકુલ નાખવું નહિ. આ ઉકાળાને ગરણીથી ગાળીને પીવાના ઉપયોગમાં લેવાય છે. આ ચાનો સ્વાદ એકદમ ટેસ્ટી છે ઉપરાંત, ખૂબ જ હેલ્ધી પણ છે.
આ છોડના પાંદડાથી અનેક ફાયદા પણ થાય છે. આ પાંદડામાં વિટામિન એ અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે, આ ચા પીધા પછી થોડી વારે ગેસ છૂટો પડી, ઓડકાર આવે છે, શરીરમાં તુરંત સ્ફૂર્તિ આવે છે. આ ચા નિયમિત લેવાથી કિડની, લીવરમાંથી કચરો સાફ થાય છે, કોલસ્ટ્રોલ ઘટે છે, પાચનશક્તિમાં સુધારો થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે, રક્ત પરિભ્રમણ વધે છે. આ છોડના પાંદડાને ઘેર ત્રણ ચાર દિવસ પલાળીને સામાન્ય રાખી શકાય છે. તેમજ ફ્રીઝમાં લાંબો સમય રાખી શકાય છે.
