જન્મ દિવસ/ Hrithik Roshan નાં જન્મ દિવસે તેના જીવનમાં આવ્યો આ નાનો સભ્ય

ઋતિક આજે 48 વર્ષનો થઈ ગયો છે. આ દિવસ અભિનેતા માટે દરેક વખત કરતા વધુ ખાસ છે, કારણ કે આ દિવસે તેના જીવનમાં એક નવા સભ્યએ દસ્તક આપી છે અને જેના આગમન સાથે હ્રિતિકની ખુશી સાતમાં આસમાન પર છે. 

Entertainment
Hrithik Roshan

બોલિવૂડનાં સૌથી સુંદર અભિનેતા એટલે કે Hrithik Roshan નો આજે જન્મ દિવસ છે, હ્રિતિક રોશનને આજે કોઈ ઓળખની જરૂર નથી. પોતાના ડાન્સ અને જબરદસ્ત એક્શનનાં કારણે તેણે લોકોનાં દિલમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી છે.

આ પણ વાંચો – Tellywood / હિના ખાનનો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો, અભિનેત્રીની તસવીરો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા

આપને જણાવી દઇએ કે, ઋતિક આજે તેનો ખાસ દિવસ બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. ઋતિક આજે 48 વર્ષનો થઈ ગયો છે. આ દિવસ અભિનેતા માટે દરેક વખત કરતા વધુ ખાસ છે, કારણ કે આ દિવસે તેના જીવનમાં એક નવા સભ્યએ દસ્તક આપી છે અને જેના આગમન સાથે હ્રિતિકની ખુશી સાતમાં આસમાન પર છે. જણાવી દઇએ કે, ઋતિક રોશને આ દિવસે પોતાને એક ભેટ આપી છે. તેણે પોતાના જન્મદિવસ પહેલા મોગલીને દત્તક લીધો છે. અભિનેતાએ પોતે એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. તેને ચાહકોની સાથે આ નવા સભ્યની ઓળખ પણ મળી ગઈ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો, ‘મોગલી’ નામનો આ સભ્ય બીજું કોઈ નહીં પણ એક પપી છે. વીડિયોની શરૂઆતમાં મોગલી અને ઋતિક રોશન સાથે દેખાય છે. તે કહે છે, ‘હેલો, હાય.. હાય.’ ઋતિક પાછળથી પપ્પીનાં નાક પર આંગળી પણ ફેરવે છે. આ ગલુડિયુ જીમમાં છે અને તે જમીન પર બેઠો છે. વીડિયોનાં અંતે, પપી ઋતિક રોશનથી દૂર જતુ રહે છે. ઋતિક રોશન કહે છે, ‘ક્યાં જઈ રહ્યો છો? તમે ક્યાં જાવ છો?’

https://www.instagram.com/reel/CYgwPWflZ0W/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – Life Management / પિતાએ ગુસ્સાવાળા દિકરાને એક ટાસ્ક આપ્યું, ત્યારપછી તેનો ગુસ્સો ઓછો થવા લાગ્યો, તે શું કામ હતું?

વીડિયો શેર કરતાં ઋતિક રોશને લખ્યું, ‘હેલો વર્લ્ડ હું મોગલી છું. ખરેખર મારા બોસ મને આ રીતે બોલાવે છે. હું એક કારની નીચે મળ્યો છુ. જેણે મારા જેવા ઘણાને બચાવ્યા. હું તેમનો આભાર માનું છું. હું તમને અવાર-નવાર મળતો રહીશ.