પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને અલગ-અલગ શોખ હોય છે. જોકે કેટલાક વ્યક્તિને એવા શોખ હોય છે જે જાણીને આપણે ચકિત થઇ જઈએ છીએ. આવો જ એક અજીબ શોખ અમેરિકામાં રહેતા ડૈન સુર નામના રેપરને છે. ડેન સુરે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને વાળના બદલે સોનાની ચેઇનો ઉગાડી છે. અમેરિકાના રેપર ડેન સુરના નવા ફોટો વાયરલ થઇ રહ્યા છે. જેમાં રેપરે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. જેની ઘણી ચર્ચા થઇ રહી છે. ડેને પોતાના કાળા વાળના બદલે માથામાં સોનાની મોટી-મોટી ચેઇનો લગાવી છે.
આ પણ વાંચો:CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા
ડેને ઘણી મોટી-મોટી ચેઇન લગાવી છે. સોનાની ચેઇન લગાવનાર આર્ટિસ્ટે પોતાના સોશિયલ મીડિયા પ્રશંસકોને જણાવ્યું કે સચ્ચાઇ એ છે કે તે લાંબા સમયથી એવું કશુંક કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. તે અન્ય લોકોની જેમ પોતાના વાળ ડાઇ કરાવવા માંગતો ન હતો. તે કશુંક અલગ કરવાની ઇચ્છા રાખતો હતો.
આ પણ વાંચો :યોગી સરકારનાં કેબિનેટ મંત્રીની લપસી જીભ, પાર્ટીનું ભૂલ્યા નામ
ડેને જણાવ્યું કે માણસના ઇતિહાસમાં તે પ્રથમ વ્યક્તિ છે જેણે આવું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. આ સર્જરી પછી ઇંસ્ટાગ્રામ પર તેના ઘણા ફોલોઅર્સ વધી ગયા છે. ટિકટોક પર જ્યાં પહેલા 12 હજાર ફોલોઅર્સ હતા તે હવે બે લાખ ફોલોઅર્સ થઇ ગયા છે.
