Not Set/ આ માણસ છેલ્લા 30 વર્ષથી દુલ્હનની જેમ સજી-ધજીને વિતાવે છે જીવન.. કારણ જાણી તમે પણ ચોંકી જશો

તમને આ વાંચીને અજીબ લાગશે, પરંતુ ઉત્તરપ્રદેશના જૈનપુરમાં મજૂર ચિંતારન ચૌહાણ 30 વર્ષથી નવોઢા કન્યાની જીવન વિતાવી રહ્યો છે. રોજ સવારે તે નવાનવા સાજ શણગાર સાજે છે. છે ને નવાઈ ઉપજાવે તેવી વાત. ચૌહાણની વાર્તા હાર, નિરાશા અને લાચારીથી ભરેલી છે. છેલ્લા 30 વર્ષથી જલાલપોરના હૌજ ઘાસ ગામે રહેતો ચૌહાણ મૃત્યુથી દુર ભાગવા માટે દરરોજ […]

Uncategorized
દુલ્હન આ માણસ છેલ્લા 30 વર્ષથી દુલ્હનની જેમ સજી-ધજીને વિતાવે છે જીવન.. કારણ જાણી તમે પણ ચોંકી જશો

તમને આ વાંચીને અજીબ લાગશે, પરંતુ ઉત્તરપ્રદેશના જૈનપુરમાં મજૂર ચિંતારન ચૌહાણ 30 વર્ષથી નવોઢા કન્યાની જીવન વિતાવી રહ્યો છે. રોજ સવારે તે નવાનવા સાજ શણગાર સાજે છે. છે ને નવાઈ ઉપજાવે તેવી વાત. ચૌહાણની વાર્તા હાર, નિરાશા અને લાચારીથી ભરેલી છે. છેલ્લા 30 વર્ષથી જલાલપોરના હૌજ ઘાસ ગામે રહેતો ચૌહાણ મૃત્યુથી દુર ભાગવા માટે દરરોજ દુલ્હનની જેમ લાલ સાડીઓ, મોટીનથ, બંગડીઓ અને કાનમાં મોટા ઝુમકા પહેરે છે.

તેમણે કહ્યું, છેલ્લા ઘણાં વર્ષોમાં મારા કુટુંબમાં ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે અને આ  બધું જ જયારે મેં દુલ્હન તરીકે જીવવાનું શરૂ કર્યું ત્યારે જ મારા ઘરમાં મોત નો સિલસિલો બંધ થયો હતો.  ચૌહાણ  (66) ના જણાવ્યા મુજબ, તેનું પ્રથમ લગ્ન 14 વર્ષની વયે થયું હતું, પરંતુ તેની પત્ની થોડા જ દિવસોમાં મરી ગઈ હતી.

દુલ્હન ૧ આ માણસ છેલ્લા 30 વર્ષથી દુલ્હનની જેમ સજી-ધજીને વિતાવે છે જીવન.. કારણ જાણી તમે પણ ચોંકી જશો

મજૂર ચિંતાહરન ચૌહાણ મોતનું ચિત્ર વિચિત્ર પરિણામ

તેમણે કહ્યું કે 21 વર્ષની ઉંમરે તે પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરવા ગયો હતો અને મજૂરો માટે અનાજની ખરીદી માટે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું. દુકાનનો માલિક તેનો મિત્ર બન્યો જ્યાંથી તે નિયમિતપણે અનાજ ખરીદતો હતો.

ચાર વર્ષ પછી, ચૌહાણે દુકાનદારની પુત્રી સાથે લગ્ન કર્યા. પરંતુ જ્યારે કન્યાના પરિવારે આ લગ્ન અંગે વાંધો ઉઠાવ્યો ત્યારે ચૌહાણ તરત જ તેની બંગાળી પત્નીને છોડીને ઘરે પરત આવ્યો. દુર્ભાગ્યવશ, આ  યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. એક વર્ષ પછી, જ્યારે ચૌહાણ બંગાળ ગયો, ત્યારે તેને તે વિશે જાણ થઈ.

દુલ્હન ૨ આ માણસ છેલ્લા 30 વર્ષથી દુલ્હનની જેમ સજી-ધજીને વિતાવે છે જીવન.. કારણ જાણી તમે પણ ચોંકી જશો

આ પછી તેને ત્રીજા લગ્ન કર્યા. અને તેના ત્રીજા લગ્નના કેટલાક મહિના પછી તે બીમાર થઈ ગયો અને તેના પરિવારના સભ્યો એક પછી એક મરવા લાગ્યા.  પિતા રામ જિહવાન, મોટા ભાઇ, નાના ભાઈ,  તેમની પત્ની ઇન્દ્રવતી, તેમના બે પુત્રો, નાના ભાઈ મોટારાવનું ખૂબ જ ટૂંકા અંતરે અવસાન થયું. આ પછી મારા ભાઈઓની ત્રણ પુત્રીઓ અને ચાર પુત્રો પણ ખૂબ જલ્દીથી મરી ગયા. ચૌહાણે કહ્યું કે તેની બંગાળી પત્ની સતત તેના સપનામાં આવતી હતી.

તેણે કહ્યું, “તેણીએ મારા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને જોરજોરથી રડ્યાવ લાગી હતી. સપનામાં એક દિવસ મેં તેની પાસે માફી માંગી અને મને અને મારા પરિવારને તેને માફ કરવાની વિનંતી કરી. તેણે મને કહ્યું હતું કે હું દુલ્હન પહેરવેશ પહેરીશ, તો તે મારી સાથે હમેશા રહેશે અને કોઈ ને નુકશાન નહિ કરે. અને હું તેમ કરવા માટે સંમત થઈ ગયો. તે દિવસથી હું એક દુલ્હન બનીને રહું છું. અને ત્યારથી પરિવારમાં મોત નો સિલસિલો પણ બંધ છે.

દુલ્હન ૩ આ માણસ છેલ્લા 30 વર્ષથી દુલ્હનની જેમ સજી-ધજીને વિતાવે છે જીવન.. કારણ જાણી તમે પણ ચોંકી જશો

ચૌહાણે જણાવ્યું હતું કે તેમની તબિયતમાં પણ સુધારો થયો છે અને તેમના પુત્રો રમેશ અને દિનેશ પણ સ્વસ્થ થયા છે, જોકે થોડા વર્ષો પહેલા તેની પત્નીનું અવસાન થયું હતું. તેમણે કહ્યું, “શરૂઆતમાં લોકો મારા પર હસતા હતા.  પરંતુ મેં મારા કુટુંબને બચાવવા માટે આ બધું કર્યું. હવે લોકોના હૃદયમાં સહાનુભૂતિ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.