Not Set/ BIGG BOSS 14 માં રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા બની શકે છે Contestant

  ટીવીનો સૌથી ચર્ચિત અને સૌથી વિવાદિત શો બિગ બોસ 14 સપ્ટેમ્બરથી ધૂમ મચાવવા માટે આવી રહ્યો છે. ગત વર્ષની સીઝનની લોકપ્રિયતા જોતા, આગામી સીઝનને લઇને પ્રેક્ષકોમાં વધારે એક્સાઇટમેન્ટ છે. થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે ટીવીની નાગિન એટલે કે નિયા શર્મા બિગ બોસ 14 નો ભાગ બની શકે છે. વળી તાજેતરમાં સમાચાર […]

Uncategorized
641be018bec42943ff4774bf420403ea BIGG BOSS 14 માં રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા બની શકે છે Contestant
 

ટીવીનો સૌથી ચર્ચિત અને સૌથી વિવાદિત શો બિગ બોસ 14 સપ્ટેમ્બરથી ધૂમ મચાવવા માટે આવી રહ્યો છે. ગત વર્ષની સીઝનની લોકપ્રિયતા જોતા, આગામી સીઝનને લઇને પ્રેક્ષકોમાં વધારે એક્સાઇટમેન્ટ છે. થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે ટીવીની નાગિન એટલે કે નિયા શર્મા બિગ બોસ 14 નો ભાગ બની શકે છે. વળી તાજેતરમાં સમાચાર છે કે રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા પણ બિગ બોસ 14 નો ભાગ બની શકે છે.

સ્પોટબોયનાં સમાચાર મુજબ, સાક્ષીએ બિગ બોસ 14 વિશે પોર્ટલ સાથે પણ વાત કરી હતી, જેમાં તેણે શો ને લગતી ઘણી માહિતી આપી છે. સલમાન ખાનનાં શો બિગ બોસ 14 અંગે સાક્ષી ચોપડાએ કહ્યું કે, “હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે હજી પણ બિગ બોસ ટીમ સાથે વાતચીત કરી રહ્યા છીએ. હું હમણા લોસ એન્જલસમાં છું અને જો કંઇપણ થાય છે, તો હું ચોક્કસપણે તેના પર ટિપ્પણી કરીશ.” આપને જણાવી દઈએ કે, સાક્ષી ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ફોટા શેર કરે છે.

આપને જણાવી દઇએ કે, રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી તેના ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે. જણાવી દઈએ કે તાજેતરમાં બિગ બોસ 14 નો પ્રોમો પણ રિલીઝ થયો હતો, જેમાં સલમાન ખાન મલ્ટિપ્લેક્સમાં બેઠા બેઠા પોપકોર્ન ખાતો જોવા મળ્યો હતો. આ વર્ષે બિગ બોસ 14 એ નિયા શર્મા તેમજ કરણ કુંદ્રા, વિવિયન ડીસેના, સુરભી જ્યોતિ, જૈસ્મિન ભસીન અને અલીશા પંવાર જેવા કલાકારોનો પણ સંપર્ક કર્યો છે. જો કે, હજી સુધી શો નાં નિર્માતાઓએ સત્તાવાર રીતે ખુલાસો કર્યો નથી કે આ શો માં કયા સ્પર્ધકો ભાગ લેશે. જો સમાચારની વાત માની લેવામાં આવે તો બિગ બોસની આ ચૌદમી સીઝન સપ્ટેમ્બરમાં શરૂ થશે. માનવામાં આવે છે કે આ વર્ષે શો ની થીમ જંગલપર આધારિત હશે, જે લોકડાઉનની પરિસ્થિતિથી પ્રેરિત હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.