Mental illness/ ચેતજો! સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગથી થાય છે આ મેન્ટલ બિમારી

વૈજ્ઞાનિક પ્રોફેસર યવોન કેલીનું કહેવું છે કે શોધના રિજલ્ટથી જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવાથી ડિપ્રેશનનું પ્રમાણ વધે

Health & Fitness Lifestyle
સોશિયલ મીડિયા

યુવાઓમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખુબ વધી ગયો છે. જોકે, આના વધારે ઉપયોગથી યુવાઓની હેલ્થ પર ખરાબ અસર જોવા મળે છે. સોશિયલ મીડિયાથી થતા પ્રભાવને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું હતુ. જેમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા અલગ-અલગ ઉંમરમાં છોકરાઓ અને છોકરીઓને પ્રભાવિત કરી શકે છે.

સૂત્રો થકી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, જે છોકરીઓએ 11થી 13 વર્ષની ઉંમર વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવ્યો તેમણે એક વર્ષ બાદ પોતાની લાઈફથી સંતુષ્ટી ઉડી ગઈ હતી. તો બીજી તરફ છોકરાઓમાં આ પ્રકારનો પ્રભાવ 14થી 15 વર્ષ વચ્ચે હતો. શોધકર્તાઓએ સોશિયલ મીડિયાના પ્રભાવનો અન્ય ઉંમરમાં કોઈ સંબંધ જોવા મળ્યો ન હતો. જોકે, 19 વર્ષની ઉંમરમાં છોકરાઓ અને છોકરીઓને ડિપ્રેશન જેવી ફિલિંગ્સ આવવા લાગી હતી.

મનોવૈજ્ઞાનિક અને કેંબ્રિજ યૂનિવર્સિટીમાં શોધકર્તા લેખક ડો. એમી ઓરબેનએ જણાવ્યું કે છોકરાઓ અને છોકરીઓની કેટલીક નિશ્ચિત ઉંમરમાં સોશિયલ મીડિયા તેમના જીવનને પ્રભાવિત કરે છે. શોધકર્તાઓએ આને લઈને એક અભ્યાસ કર્યો અને જોવા મળ્યું કે સોશિયલ મીડિયા મેન્ટલ હેલ્થને ખરાબ કરે છે. મેન્ટલ હેલ્થ પ્રોબ્લમવાળા 5થી 16 વર્ષની ઉંમરના બાળકોની સંખ્યામાં 2017થી 2021 વચ્ચે વધારો જોવા મળ્યો હતો.

વૈજ્ઞાનિક પ્રોફેસર યવોન કેલીનું કહેવું છે કે શોધના રિજલ્ટથી જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવાથી ડિપ્રેશનનું પ્રમાણ વધે છે. તેની સાથે જ તેઓને ઉંઘ લેવામાં પણ પ્રોબ્લમ થાય છે. પરંતુ યુવા વર્ગને સોશિયલ મીડિયા પર કેટલો સમય વિતાવવો તેનો અંદાજો લગાવવો હજુ મુશ્કેલ છે.

આ પણ વાંચો: વોટિંગ પર અડગ વિપક્ષ, સ્પીકરે કહ્યું- ષડયંત્ર પર પણ વાત, હંગામા બાદ કાર્યવાહી સ્થગિત

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી, આ શહેરોમાં છે ઓરેન્જ એલર્ટ જાહેર