Opinion polls/ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટીને મળશે જીત!,ઓપિનિયન પોલના આંકડા જાણો શું કહે છે…

10 મેના રોજ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવેલા ‘મેગા ઓપિનિયન પોલ’ના આંકડામાં આ પાર્ટી જીતશે

Top Stories India
6 23 કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટીને મળશે જીત!,ઓપિનિયન પોલના આંકડા જાણો શું કહે છે...

10 મેના રોજ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવેલા ‘મેગા ઓપિનિયન પોલ’ના આંકડા મુજબ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જ્યારે ભાજપનો કિલ્લો તૂટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેડીએસનો ગ્રાફ ઘણો નીચો જોવા મળી રહ્યો છે. આ ઓપિનિયન પોલ CVoter દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં 17,772 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. ઓપિનિયન પોલના આંકડા દર્શાવે છે કે કર્ણાટકની 224 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને વધુમાં વધુ 107થી 119 બેઠકો મળી શકે છે. બીજેપીને 74 થી 86 સીટો અને જેડીએસને 23 થી 35 સીટો મળી શકે છે. જ્યારે અન્યોને 0 થી 5 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે.

મતદાનના આંકડામાં, ભાજપ વોટ શેરની દ્રષ્ટિએ કોંગ્રેસથી 5 ટકા પાછળ છે. કોંગ્રેસને 40 ટકા અને ભાજપને 35 ટકા વોટ શેર જોવા મળી રહ્યા છે. જેડીએસને 17 ટકા વોટ મળી શકે છે. તે જ સમયે, 8 ટકા મત અન્યના ખાતામાં જઈ શકે છે.કર્ણાટકમાં કઈ પાર્ટી પાસે કેટલી સીટો છે? સ્ત્રોત- સી-વોટર કુલ બેઠકો – 224 ભાજપ – 74 થી 86 બેઠકો કોંગ્રેસ – 107 થી 119 બેઠકો જેડીએસ – 23 થી 35 બેઠકો અન્ય – 0 થી 5 બેઠકો મળશે