દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જે પોતાના અલગ કારનામાનાં કારણે હેડલાઇન્સમાં રહે છે. હવે જેમને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેઓ પણ કંઈક આવી જ વ્યક્તિ છે. હા, અમે વાત કરી રહ્યા છીએ તુર્કીમાં રહેતા 71 વર્ષનાં એક વ્યક્તિની. જેમનું નાક વિશ્વનું સૌથી મોટું નાક છે. તેનું નામ મેહમેટ ઓઝ્યુરેક છે અને તેની પાસે વિશ્વનું સૌથી મોટું નાક છે અને તેના કારણે તેના નામે આ વર્લ્ડ રેકોર્ડ છે.

આ પણ વાંચો – માનવતા શર્મસાર / રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં દોઢ વર્ષનાં માસુમ બાળકને રઝળતો મુકાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, તેનું નાક લગભગ 3.5 ઇંચ લાંબુ છે. આપને જણાવી દઈએ કે, 11 વર્ષ પહેલા Guinness World Records તેમને સૌથી લાંબુ નાક હોવાનો ખિતાબ આપ્યો હતો, પરંતુ ઉંમર સાથે તેમનું નાક સતત વધી રહ્યું છે. જણાવી દઇએ કે, મેહમેટનું નાક વિશ્વનાં કોઈપણ માનવીનાં નાકની સરખામણીએ સૌથી મોટું છે. એક પ્રખ્યાત વેબસાઈટનાં રિપોર્ટ અનુસાર, કોઈ પણ જીવંત વ્યક્તિ પાસે આ સમયે આટલું મોટું નાક નથી. આપને જણાવી દઈએ કે, 2010 માં આ દિવસે જીવંત લોકોમાં મેહમેટને સૌથી લાંબુ નાક હોવાનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ સંદર્ભે મેહમેટ કહે છે, ‘તેના નાકની લંબાઈ હજુ પણ વધી રહી છે.’
https://www.instagram.com/reel/CUm2TO1omtk/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – વધુ એક સંકટ / તહેવારોની સીઝનમાં દેશમાં આવી શકે છે ભારે વીજળી સંકટ, આવી શકે છે મોંઘુ લાઇટ બિલ
આપને જણાવીએ કે, મેહમેટ ઈતિહાસમાં સૌથી લાંબુ નાક ધરાવતી વ્યક્તિ નથી. જણાવી દઇએ કે, 18 મી સદીમાં, થોમસ નામની વ્યક્તિનું 19 સેમી લાંબુ નાક હતું, પરંતુ તે હવે જીવંત નથી, જેના કારણે સૌથી લાંબુ નાક રાખવાનો રેકોર્ડ હવે મેહમેટનાં નામે છે.
