OMG!/ વિમાનને ધક્કો મારતો ફોટો થયો વાયરલ, જાણો શું છે હકીકત

સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે પાણી ભરાવાના કારણે મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર પ્લેનને ધક્કો મારવો પડે છે.

Ajab Gajab News
1 180 વિમાનને ધક્કો મારતો ફોટો થયો વાયરલ, જાણો શું છે હકીકત

છેલ્લા કેટલાક કલાકોથી દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શનિવારની વાત કરીએ તો દિલ્હીમાં દિવસ દરમિયાન બારે વરસાદ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં આ ચોમાસામાં 1100 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે આ ભારે વરસાદનાં કારણે દિલ્હીમાં ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.

આ પણ વાંચો – નહી સુધરે / ફેસબુકનાં CEO ને લઇને આ શું બોલી ગયા ટ્રમ્પ, કહ્યુ- જ્યારે હુ રાષ્ટ્રપતિ હતો ત્યારે જુકરબર્ગ મારી…

વળી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પૂર જેવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં પાણી ભરાવાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે પાણી ભરાવાના કારણે મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર પ્લેનને ધક્કો મારવો પડે છે. એક યુઝરે ટ્વિટર પર પ્લેનની તસવીર શેર કરી છે. તસવીર સાથે લખ્યું હતું કે, ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ છલકાઈ ગયું છે. અન્ય એક યુઝરે લખ્યું કે, મારા શહેરને શું થયું. લોકોએ શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે વિમાન પાણીમાં ઉભું છે અને ઘણા લોકો તેને ધક્કો મારી રહ્યા છે. પરંતુ જ્યારે આ તસવીરની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો નકલી છે અને આ તસવીર ઘણા વર્ષો જૂની છે જેને લોકો શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો – કોણ હશે આગામી મુખ્યમંત્રી ? /  કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રૂપાલા પર કેમ ઢોળવામાં આવી શકે પસંદગીનો કળશ

વાસ્તવમાં લોકો સોશિયલ મીડિયા પર જે તસવીર શેર કરી રહ્યા છે તે દિલ્હી એરપોર્ટની નથી. આ તસવીર 2007 માં લેવામાં આવી હતી, તેને ચીનનાં શાન્ડોંગ પ્રાંતનાં યેન્તેઇ એરપોર્ટ પર ક્લિક કરવામાં આવી હતી. તસવીરમાં એરપોર્ટનાં કર્મચારીઓ વિમાનને ધક્કો મારી રહ્યા છે. આ વિમાન શાન્ડોંગ એરલાઈન્સનું છે. આ ફોટો 14 ઓગસ્ટ 2007 નો છે. ચીની મીડિયાનાં અહેવાલો અનુસાર, યેન્તેઇ એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે રનવે પર પાણી ભરાઈ ગયા હતા, ત્યારબાદ અનેક વિમાનોની ફ્લાઈટ મોડી પડી હતી. 20 થી વધુ એરપોર્ટ કર્મચારીઓએ પ્લેનને ધક્કો મારીને રનવે પરથી અન્ય સલામત સ્થળે પહોંચાડવામાં મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચોમાસુ ખૂબ જ મહેરબાન બની રહ્યું છે. દિલ્હીમાં છેલ્લા શુક્રવાર રાત્રીથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, જ્યાં એક તરફ આકાશમાંથી રાહતનો વરસાદ થઈ રહ્યો છે, તો બીજી તરફ આ વરસાદ પણ મુશ્કેલી સર્જી રહ્યો છે. શનિવારે, દિલ્હીમાં ભારે વરસાદ પછી, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં ટર્મિનલ -3 પર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ, જેના કારણે મુસાફરોને અસુવિધા થઈ હતી.