Cricket/ IPL માં કરેલા સારા પ્રદર્શનનો મળ્યો આ ખેલાડીને લાભ, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કરશે ડેબ્યૂ

ભારતીય T20 ટીમમાં મોટાભાગનાં ચહેરાઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અનુભવ ધરાવે છે. એક જ નામ છે જેને નવી એન્ટ્રી મળી છે. અમે અહીં જે ખેલાડી વિશે વાત કરી રહ્યા છીએ તે છે 26 વર્ષીય ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર.

Sports
વેંકટેશ ઐયર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી 21 નવેમ્બર, 2021 દરમિયાન રમાવાની T20 આંતરરાષ્ટ્રીય સીરીઝ માટે મંગળવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાંથી કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. હાલમાં જ T20 વર્લ્ડકપ સાથે T20ની કેપ્ટન્સી છોડનાર વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવ્યો છે.

Team India

આ પણ વાંચો – POST / રવિ શાસ્ત્રીની વિદાય પર વસીમ અકરમે લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- મારું દિલ મારા મિત્ર શાસ્ત્રીની સાથે

ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં ટીમની કમાન રોહિત શર્માનાં હાથમાં રહેશે અથવા એમ પણ કહી શકાય કે ભારતને તેનો નવો T20 કેપ્ટન મળી ગયો છે. આ ભારતીય T20 ટીમમાં મોટાભાગનાં ચહેરાઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અનુભવ ધરાવે છે. એક જ નામ છે જેને નવી એન્ટ્રી મળી છે. અમે અહીં જે ખેલાડી વિશે વાત કરી રહ્યા છીએ તે છે 26 વર્ષીય ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર. હાલમાં જ IPL 2021માં UAEની પીચો પર કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમનાર વેંકટેશ અય્યરને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. તે ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. વેંકટેશ અય્યરે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ સહિત સમગ્ર IPL સીઝનમાં પોતાની કુશળતા દર્શાવી હતી. મધ્યપ્રદેશનાં ઈન્દોરનાં વતની, 26 વર્ષીય ઓલરાઉન્ડરે તેની પ્રથમ IPL સીઝનમાં 10 મેચ રમી અને 41.11 ની એવરેજ સાથે 128.47 નાં પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટ સાથે 370 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 4 અડધી સદી નીકળી હતી. આટલું જ નહીં, તેને ટૂર્નામેન્ટ દરમિયાન બોલિંગ પણ કરી જે દરમિયાન તેણે 3 વિકેટ પણ લીધી.

વેંકટેશ ઐયર

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાન માટે આવ્યા ખુશીનાં સમાચાર, 2022 માં ઈંગ્લેન્ડની ટીમ કરશે પ્રવાસ

ટીમ ઈન્ડિયામાં સામેલ થયેલા વેંકટેશ અય્યરનો જન્મ 25 ડિસેમ્બર 1994નાં રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. લેફ્ટ હેન્ડ બેટ્સમેન હોવા ઉપરાંત તે જમણા હાથથી બોલિંગ કરવામાં પણ નિપુણ છે. તે મધ્યમ ગતિએ બોલિંગ કરે છે. આ ખેલાડીએ માર્ચ 2015માં રેલ્વે સામે રમીને તેની T20 ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે જ વર્ષે સ્થાનિક વન-ડે ક્રિકેટ એટલે કે લિસ્ટ-એ ક્રિકેટમાં પણ તેની શરૂઆત કરી હતી. વેંકટેશને 2018માં પહેલીવાર મધ્યપ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાની તક મળી. તેણે ફેબ્રુઆરી 2021માં પંજાબ સામે ઘરઆંગણે રમાયેલી વનડેમાં 198 રન બનાવીને બધાને પ્રભાવિત કર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને IPL 2021ની હરાજીમાં તેની મૂળ કિંમત (રૂ. 20 લાખ) માં ખરીદ્યો હતો અને હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેને જાળવી રાખવામાં આવશે. કેટલાક અહેવાલો અનુસાર, વેંકટેશ ઐય્યરે જ્યારે સ્થાનિક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે તે બી.કોમ કરી રહ્યો હતો. તે પછી તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાનું સપનું જોયું અને પરીક્ષા પણ આપી. પરંતુ પછી તેણે અચાનક પોતાનો રસ્તો બદલી નાખ્યો અને MBA કરવાનું નક્કી કર્યું જેથી તે ક્રિકેટ પણ રમી શકે. આજે તે જાણીતો ક્રિકેટર બની ગયો છે.