Mantavya Manch/ આ લાલ રંગ પ્રેમનો નહિ બલ્કે પ્રેમના નામે પ્રતાડનાનો છે…લવ જેહાદ એક સળગતી સમસ્યા…

પ્રેમના નામે મોત નો ઇન્તજામ… કૈસા યે ઇશ્ક હૈ ? ગુજરાતમાં પણ જ્યારે લવ જેહાદ વિરુદ્ધનો કાયદો ઘડવાની વાત અને માંગ ઉઠી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આ મામલાને સમજવો તો પડશે જ…

Top Stories Mantavya Vishesh
love jehad 1 આ લાલ રંગ પ્રેમનો નહિ બલ્કે પ્રેમના નામે પ્રતાડનાનો છે...લવ જેહાદ એક સળગતી સમસ્યા...

પ્રેમના નામે મોત નો ઇન્તજામ… કૈસા યે ઇશ્ક હૈ ? ગુજરાતમાં પણ જ્યારે લવ જેહાદ વિરુદ્ધનો કાયદો ઘડવાની વાત અને માંગ ઉઠી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આ મામલાને સમજવો તો પડશે જ…

આ ફક્ત તે નિકિતાની કહાની નથી કે, જે 26 ઓક્ટોબરે મારી નાખવામાં આવી. બલ્કે, હરિયાણાના ફરીદાબાદમાં એક મુસ્લિમ યુવક તૌસીફે નિકિતા તોમર નામની હિન્દૂ યુવતી ની સરેઆમ તે માટે હત્યા કરી કે, તે ન જબરદસ્તી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો બલ્કે તેની પર ધર્મ બદલવા પર પણ દબાણ નાખી રહ્યો હતો. અને તે ન માનતા તેની સરેઆમ હત્યા કરવામાં આવી.અને આ મામલો દેશભરમાં તેટલો ગુંજ્યો કે, આખરે લવ જેહાદને એક ચેલેન્જ સમજી તેના પર કાયદા બનાવવાની કવાયત આદરમાં આવી. અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આખરે તેની શરૂઆત કરી.

@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી...
rina brahmbhatt1 આ લાલ રંગ પ્રેમનો નહિ બલ્કે પ્રેમના નામે પ્રતાડનાનો છે...લવ જેહાદ એક સળગતી સમસ્યા...

_ જી, હા, 22, સપ્ટે. (યુપી) સોનભદ્રમાં પ્રિયા સોનીને મારી નાખવામાં આવી. કેમ કે, તેણે તેના પતિના ધર્મનો સ્વીકાર કરવાની મનાઈ કરી હતી..
_ જૂન 2020 માં હરિયાણામાં ટિક્ટોક સ્ટાર શિવાનીને આ જ કારણોસર તેના દોસ્તો દ્વારા મારી નાખવામાં આવે છે.

_ ફેબ્રુઆરી 2020 માં હલ્દીયામાં રામ ડે અને રિયા દે ને જીવતા બાળી નાખવામાં આવે છે.
_ જાન્યુઆરી 2020માં રેશ્મા મંગલાનીને મારી નાખવામાં આવે છે…કેમ કે તેના કટ્ટરવાદી પતિને તેની પત્ની એફબી પર સક્રિય રહે તે પસંદ ન હતું..

આ જ પ્રકારે માનવી મલ્હોત્રા…ખુશી પરિહારના પણ આવા જ કિસ્સા છે…
વલસાડમાં પણ આવો કિસ્સો નોંધાયેલો છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે, આ કેટલીક તેવી ઘટનાઓ છે કે, પાછલા એક વર્ષમાં જ કોઈ ધર્મ વિશેષની મહિલાઓની વિરુદ્ધમાં કોઈ ખાસ ધર્મ વિશેષના પુરુષે અંજામ આપી હોય. કે જ્યાં પ્રેમના નામે છેતરીને તેને પ્રતાડિત કરવામાં આવે છે. અહીં આઇટી યુગમાં આવા અપરાધીઓ, આરોપી કે કાતિલના નામ પબ્લિક ડોમેનમાં છે, સરેઆમ જાહેર છે. આસાનીથી ઉપલબ્ધ છે. ત્યારે આ બાબત બિલકુલ કોઈ રીતે વાહિયાત નથી..તે એટલો સંકેત આપે છે કે, કયાક કંઈક સાફસુતરું નથી. નિહાયત શર્મનાક છે. દર્દનાક છે. ધોખો છે. જ્યાં પ્રેમના નામે બલિદાન લઇ જેહાદનું નામ આપવામાં આવે છે.

States mulling to bring law against 'love jihad' - The Sunday Guardian Live

કે જ્યાં પ્રેમમાં પાગલ યુવતીઓ પ્રેમ નામના કોમળ શબ્દ પર જેહાદનું ગ્રહણ લાગતા મોતને ઘાટ ઉતારવામાં આવી હોય. આ કેવો પ્રેમ છે, કે જ્યાં મહોબ્બ્તને નામ પર મોત નો ઇંતેજામ કરવામાં આવે છે..અહીં જેહાદને હટાવી આવી પ્રેમ કરનારાઓ માટે સવાલ છે કે, પવિત્ર પ્રેમ ને ક્રૂરતા પ્રદાન કરવાનો આ કયો રસ્તો છે.? આ ક્યાં લોકો છે કે, જેની નજર પોતાની કટ્ટરતા પોષવા આવી લાગણીશીલ યુવતીઓ પર પડે છે. જ્યાં પ્રેમનો લાલ રંગ લોહીના લાલ રંગમાં પલટાઈ જાય છે… ત્યારે અગર દેશમાં 2005 નો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ જો ઘડવામાં આવતો હોય તો મુસ્લિમો માફ કરે પરંતુ યુવતીઓના આ બલિદાનોનો સિલસિલો અટકાવવા આવા ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની જેમ વિજયભાઈ રૂપાણીની સરકારે પણ આ માટે આજ નહી તો કાલે લવ જેહાદ માટે કાયદો લાવવો પડશે..

અત્યારે ભારતભરના રાજ્યોમાં આ કાયદો લાવવાની ચર્ચાઓ માં ક્યાંક વિરોધ તો કયાક તરફેણનો ગણગણાટ છે .. પરંતુ છેક 29, ડિસેમ્બર 2009 માં લંડનના પોલીસ કમિશ્નર સર ઇયાન બ્લેરે પહેલી વખત આખી દુનિયાને જણાવ્યું હતું કે, “લવ-જેહાદ” પાંગરી રહ્યો છે. જે આખી દુનિયા માટેની એક નોખી સમસ્યા છે. જી, હા કોરોના કાળમાં જ્યાં માનવી ન હિન્દૂ છે, ન મુસલમાન છે છે તો ફક્ત પીડિત પરંતુ આ સમયમાં પણ કેટલાક લોકો પ્રેમ, મહોબ્બત, લવ જેવા કોમળ અને માનવીય સંવેદનાઓને સ્પર્શતા આ પ્યારા શબ્દ સાથે જેહાદ શબ્દ જોડી પ્રેમને નાસૂર બનાવવાનું કામ કરતા માલુમ પડ્યા હતા.. જો,કે આ સમસ્યા જરીપુરાણી છે. આજની નથી પરંતુ જયારે આ મામલો વધુ ઉગ્ર બન્યો ત્યારે યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથે તેના પર કાયદો બનવવાનું બીડું ઝડપ્યું.. ત્યારબાદ આ મુદ્દે મધ્યપ્રદેશ, હરિયાણા, અને કદાચ હવે ગુજરાતમાં પણ આ કાયદો બની શકે છે.

No case of love jihad in Kerala': Centre tells Parliament | Hindustan Times

વિશેષમાં આ બાબત આજે ન કેવળ ધર્માંતરણ માટે ચર્ચામાં છે. બલ્કે અહીં મેરઠ અને મેઘાલયની યુવતીઓ સાથેના બનાવમાં તે બાબત પણ બહાર આવવા પામી હતી કે, આ કાર્ય માટે વિદેશી ફંડિંગ પણ મળી રહ્યું છે, વિશેષમાં આ અંગે હિન્દૂ જનજાગ્રૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદેના જણાવ્યા અનુસાર, પટનામાં મોદીજીની સભામાં જે બૉમ્બ વિસ્ફોટ થયો હતો તેનું પૂરું ફાયનાન્સ કર્ણાટકની આયેશબાનો નામની યુવતીના નામથી થયું હતું. જેનું અસલી નામ આશા છે. પહેલા તેનું ધર્માતરણ કરવામાં આવ્યું ત્યારબાદ તેના નામે 30 એકાઉન્ટ ખોલવામાં આવ્યા, જે અંગે તેને કોઈ જાણકારી પણ ન હતી. અને તેનાથી પણ વધુ તો તેના આ એકાઉન્ટમાં આતંકવાદીઓની મદદ માટે પાકિસ્તાન અને સાઉદી અરબથી લગભગ 5 કરોડ નાખવામાં આવ્યા. જેમાં આરોપીઓ તો ભાગી ગયા..પરંતુ ગુનેગાર આશા બની છે.

ત્યારે કહેવાનો આશય છે કે, પ્રેમને નામે પ્રપંચના આ ધંધામાં ન કેવળ વાત યુવતીઓને બહેકાવી ધર્માતરણ સુધી સીમિત છે. બલ્કે ધોખો, વાયોલન્સ, હત્યા અને તેનાથી આગળ તો ક્યાંક દેશદ્રોહ અને ત્રાસવાદ સુધી તેના પગેરું જાય છે.. ત્યારે તેને કોઈપણ ભોગે રોકવો જ રહ્યો . આ પ્રવૃત્તિ ત્રાસવાદી પ્રવૃત્તિની પેરેલલ જ છે. જ્યાં એક મુગ્ધ યુવતીઓને પ્રેમના નામે બહેકાવી તેમની સાથે સંદિગ્ધ અપરાધો આચરવામાં આવે છે. અન્યથા આવા બનાવોને કારણે ક્યાંક સાચો પ્રેમ કરનારા પણ દંડાઈ શકે. બાકી તે બાબત તો જાહેર છે કે, પ્રેમને નાત-જાત, ધર્મ કે કોમના સીમાડા નથી નડતા. અને ન જ નડ્યા હોત. પરંતુ જયારે બનાવોનું લિસ્ટ હદ કરતા વધી જ્યારે ત્યારે પ્રેમ પણ પહેરો માંગે છે..આખરમાં યુવતીઓ પ્રેમ નામના રૂપાળા શબ્દથી અંજાતાં પહેલા આવા બનાવો અંગે જાણે અને જાગે તે પણ જરૂરી છે..અન્યથા યુપી સરકારની જેમ કડક કાયદો જ હવે હથિયાર બને તો નવાઈ નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…