Not Set/ ICC World Cup : ભારત સૌથી વધુ મેચ જીતવાની હરોળમાં છે ત્રીજા ક્રમે

ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ટીમનો રેકોર્ડ આકર્ષક રહ્યો છે. ક્રિકેટનાં આ મહાકુંભમાં મોટાભાગની મેચો જીતવાની બાબતમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પછી ભારતીય ટીમ ત્રીજા ક્રમાંકે છે. આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં, ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 62 મેચ જીતી છે. અત્યાર સુધીમાં 11 ક્રિકેટ વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાએ મહત્તમ 5 વખત ટાઇટલ જીત્યું છે. 1987માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત વિશ્વ કપ […]

Top Stories Sports
2f24aafd859a17d362db79b9ff16db14 ICC World Cup : ભારત સૌથી વધુ મેચ જીતવાની હરોળમાં છે ત્રીજા ક્રમે

ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ટીમનો રેકોર્ડ આકર્ષક રહ્યો છે. ક્રિકેટનાં આ મહાકુંભમાં મોટાભાગની મેચો જીતવાની બાબતમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પછી ભારતીય ટીમ ત્રીજા ક્રમાંકે છે. આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં, ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 62 મેચ જીતી છે. અત્યાર સુધીમાં 11 ક્રિકેટ વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાએ મહત્તમ 5 વખત ટાઇટલ જીત્યું છે. 1987માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત વિશ્વ કપ જીત્યો હતો. ત્યાર બાદ 1999, 2003, 2007 અને 2015 માં ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ ચેમ્પિયન બની હતી. ભારત વિશ્વ કપમાં અત્યાર સુધીમાં 46 મેચ જીતી ચુક્યું છે અને તે 1983 અને 2011 માં બે વખત ચેમ્પિયન બન્યું છે.

189807 560703 updates ICC World Cup : ભારત સૌથી વધુ મેચ જીતવાની હરોળમાં છે ત્રીજા ક્રમે

 

વેસ્ટ ઈંન્ડિઝ ટીમ વિશ્વ કપમાં અત્યાર સુધીમાં કુલ 41 મેચ જીતી છે અને તેણે 1975 અને 1979માં વિશ્વ કપ ટાઇટલ જીત્યુ હતુ. વિશ્વ કપ વિજેતા ટીમમાં ટીમ ઈંન્ડિયા ત્રીજા ક્રમાંકેે છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડ ટીમ બીજા ક્રમે છે. અત્યાર સુધીમાં 79 ક્રિકેટ વિશ્વકપ મેચમાંથી 48માં તેણે જીત હાંસિલ કરી છે. તેમ છતાં ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધીમાં વિશ્વકપ ટાઈટલ જીતી શક્યુ નથી. ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઇનલમાં 6 વખત અને 1 વખત ફાઇનલમાં પહોંચી શકી છે. 2015નાં વિશ્વકપમાં, ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતુ.

pjimage 45 ICC World Cup : ભારત સૌથી વધુ મેચ જીતવાની હરોળમાં છે ત્રીજા ક્રમે

 

આપને જાણીને નવાઇ લાગશે કે, દક્ષિણ આફ્રિકા ટીમ ઓસ્ટ્રેલિયા બાદ વિશ્વકપની સૌથી સફળ ટીમ છે. જો કે 1992 થી દક્ષિણ આફ્રિકાએ વિશ્વકપમાં રમવાનું શરૂ કર્યું હતુ. આ પહેલા  આઈસીસીએ દક્ષિણ આફ્રિકા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ અર્થમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 1992, 1996, 1999, 2003, 2007, 2011, 2015 અને હવે 2019 વિશ્વકપમાં ભાગ લીધો હતો. દક્ષિણ આફ્રિકા ટીમ વિશ્વકપનાં પહેલા ચાર સંસ્કરણોમાં રમી નથી. ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપમાં 75% મેચ જીતી છે. તો દક્ષિણ આફ્રિકાએ વિશ્વકપમાં 65% મેચ જીતી છે. ભારતીય ટીમ (62.83%) એ નંબર ત્રણમાં છે. પરંતુ જ્યારે વિશ્વકપનાં તમામ સંસ્કરણોને આધાર બનાવીને આંકડાઓ નિકાળવામાં આવે છે, ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ આ મામલે બીજા ક્રમે આવે છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ચોકર્સ તરીકે જાણીતી છે. ત્યારે આ વિશ્વકપમાં તે પોતાના પર લગાવવામાં આવેલા ચોકર્સનાં દાગને હટાવવાનો પૂરો પ્રયત્ન કરશે તે જોવાનું રહેશે.