Forest/ આમ રખાશે હિલચાલ પર નજર, 600 દીપડાને રેડિયો કોલર લગાવવાની તૈયારી

જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લામાં વિચરતા 600 દીપડાને રેડિયો કોલર લગાવવાની તૈયારી ચાલી રહી છે. જો કે, તમામ દીપડાને રેડિયો કોલર લગાવવા પહેલા હાલ,

Gujarat Others
dipado1.jpg2 આમ રખાશે હિલચાલ પર નજર, 600 દીપડાને રેડિયો કોલર લગાવવાની તૈયારી

જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લામાં વિચરતા 600 દીપડાને રેડિયો કોલર લગાવવાની તૈયારી ચાલી રહી છે. જો કે, તમામ દીપડાને રેડિયો કોલર લગાવવા પહેલા હાલ, અત્યારે 5 દીપડાને પ્રાયોગિક ધોરણે રેડિયો કોલર લગાવાશે. અને તે પણ ચોક્કસ કરાશે કે દીપડા પર રેડિયો કોલર લગાવવા કેવી અસરો થાય છે, તો સાથે સાથે રેડિયો કોલરથી દીપડાઓ પર નજર રાખી શકાશે.

dipado આમ રખાશે હિલચાલ પર નજર, 600 દીપડાને રેડિયો કોલર લગાવવાની તૈયારી

ઉલ્લેખનીય છે કે, પાછલા લાંબા સમયથી દીપડાની રંજાડ વધી હોવાનાં અને દીપડાઓ દ્વારા માનવો પર વારંવાર હુમલા કરવામાં આવી રહ્યાની કિસ્સાઓ વારંવાર નોંધવામાં આવી રહ્યા છે.ત્યારે દીપડાઓ દ્વારા માનવો પર વારંવાર થતાં હુમલાને રોકવા આ પગલુ ભરાયું છે. રેડિયો કોલરના ડેટાના આધારે, બાદમાં અન્ય દીપડાને પણ રેડિયો કોલર લગાવવામાં આવશે.