નિયમ/ એરપોર્ટ પર ભૂલથી પણ ના કરતાં આ કામ

હવાઇયાત્રા કરનાર યાત્રીઓ માટે  ગાઇડલાઇન

India
Untitled 4 એરપોર્ટ પર ભૂલથી પણ ના કરતાં આ કામ

હવાઇયાત્રા દ્વારા તમે મહત્વના નિયમોથી અજાણ હશો  તો તમને પોલીસના હવાલે કરવામાં આવી શકે છે. એટલું જ નહિં પરતું તમારી હવાઇયાત્રા બે વર્ષ સુધી હવાઇયાત્રા પર રોક લાગી શકે છે. એટલે કે તમે ઇચ્છતાં હશો તો પણ હવાઇયાત્રા કરી શકશો નહિ.

દેશમાં કોરોનાની વેવ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશને બધા જ એરપોર્ટ ઓથોરીટીને પત્ર લખીને નવા અને સખત નિયમની જાણકારી આપી હતી. જો મુસાફરો નવા નિયમોનું પાલન નહિં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માત્ર ફલાઇટમાંથી ઉતારવામાં નહિં આવે પરતું બે વર્ષ સુધી હવાઇયાત્રા પણ બેન કરી દેવામાં આવશે.

ડીજીસીએના અનુસાર કોઇપણ હવાઇયાત્રીઓ માસ્ક વગર એરપોર્ટની અંદર નહિ જઇ શકે, તે માસ્ક પહેરીને અંદર જશે  પરતું ફલાઇટમાં માસ્ક વગર જોવા મળશે તો તેને ફલાઇટમાંથી ઉતારી દેવામાં આવશે. અને જો તે એરપોર્ટ પર વ્યવસ્થિત માસ્ક પેહર્યુ નહીં હોય તો તેને સીઆઇએસએફના જવાનો સમજાવશે અને જો તે વ્યક્તિ તેમની સાથે માસ્ક અંગે દલીલ કરશે અને વાત નહિ માને તો તેને પોલીસના હવાલે કરી દેવામાં આવશે અને તેની બે વર્ષની હવાઇયાત્રા પર રોક લગાવી દેવામાં આવશે.

હવાઇયાત્રા કરનાર યાત્રીઓ માટે  ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જો ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહિ કરી શકાશે તેવી જેગવાઇ છે. જેમાં વિમાનમાં ગેરવર્તૂણ કરવી, ક્રૂ મેમ્બર કે અન્ય યાત્રાળુ સાથે મારપીટ કરવી, ઉપરાંત નશો કરનાર અને ક્રૂ મેમ્બર સહિત અન્ય મુસાફરોને હેરાન કરવામાં આવશે તો તેના પર તરત જ કાર્યવાહી કરવામાં આવશે. અને તેને ફલાઇ લિસ્ટમાં નાંખી દેવામાં આવશે સાથે જ બે વર્ષ સુધી તેમની હવાઇયાત્રા બેન કરી દેવામાં આવશે.