OMG!/ આ યુવકે 3 કિલોના બર્ગરને માત્ર ચાર મિનિટમાં ખાઈને બનાવ્યો રેકોર્ડ, જોઈ લો વિડીયો તમે પણ

મેટ નામના વ્યક્તિએ 3 કિલોના બર્ગરને ખાવા માટે લગભગ ચાર મિનિટનો સમય લીધો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા  પર ખુબ વાયરલ થઈ રહ્યું છે

Ajab Gajab News
Untitled 226 આ યુવકે 3 કિલોના બર્ગરને માત્ર ચાર મિનિટમાં ખાઈને બનાવ્યો રેકોર્ડ, જોઈ લો વિડીયો તમે પણ

સામાન્ય રીતે જ્યારે પણ લોકોને ભૂખ લાગે, ત્યારે તેઓ  ખોરાક  લેતા હોય છે . પરંતુ એવા ઘણા લોકો છે કે જેમને ખોરાક પ્રત્યે અલગ જ લેવલનું ઝુનુન  હોય છે. ત્યારે તાજેતરમાં એક વ્યક્તિ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવ્યો છે, જેનું કારણ છે કે તે ખૂબ જ ઓછા સમયમાં ફાસ્ટ ફૂડ ખાય છે. આ વ્યક્તિ બેકનની 40 સ્લાઈસ, 8.5 પેટીઝ અને ચીઝની 16 સ્લાઈસથી બનેલો 20,000 કેલરીનો બર્ગર 4 મિનિટમાં સરળતાથી ખાઈ શકે છે. આ વીડિયોને જોઈને લોકોનાં હોંશ ઉડી ગયા છે.

હવે જો કોઈ વ્યક્તિ આટલા ઓછા સમયમાં ફાસ્ટ ફૂડ ખાય તો સ્વાભાવિક છે કે તેની ચર્ચાઓ થશે. મેટ નામના વ્યક્તિએ 3 કિલોના બર્ગરને ખાવા માટે લગભગ ચાર મિનિટનો સમય લીધો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે, આટલા મોટા બર્ગરને ખૂબ જ ઓછા સમયમાં ખાવાથી ખરેખર કોઈને પણ આશ્ચર્ય થશે.