વડોદરાનાં ખોડીયાર નગર પાસે બે દિવસ પહેલા કારમાંથી ટ્રાન્સપોર્ટરની લાશ મળી આવી હતી અને ટ્રાન્સપોર્ટર પાસે રહેલા લગભગ ચાર લાખ રૂપીયા પણ ગાયબ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તો વળી ફરિયાદ કરનાર મરનારનો સાળો હતો, તે હત્યાનાં મામલમાં પોલીસે મૃતક ની પત્ની અને તેના પ્રેમી ની ધરપકડ કરી ગણતરીનાં દિવસોમાં જ હત્યારાઓ ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે

વડોદરાનાં ખોડીયાર નગર પાસે બે દિવસ પહેલા કારમાંથી ટ્રાન્સપોર્ટર દાલચંદ ઉર્ફે રમેશ ખટીકની લાશ મળી આવી હતી.ત્યાર બાદ મૃતક રમેશનાં સાળાએ જ બનેવીની પૈસા મામલે હત્યા થઇ હોવાનો આક્ષેપ કરતા પોલીસે મૃતક નું પોસ્ટ મોર્ટમ કર્યું હતું. જેમાં રમેશ ને ગળા ટુપો આપીને હત્યા કરાય હોવાનું બહાર આવ્યું હતું. રીપોર્ટ ને ધ્યાનમાં લઇ પોલીસે હત્યારાઓનું પગેરું મેળવવાનું શરુ કર્યું હતું. પોલીસને તપાસમાં માલુમ પડ્યું હતું કે મૃતકની પત્ની જશોદા અને મૃતકના પિતરાઈ ભાઈ પ્રેમચંદ ખટીક વચ્ચે પ્રેમ સંબંધ હતા. મૃતક અગાઉ કેરોસીન અને દારૂનો ધંધો કરતો હતો ત્યારે પિતરાઈ ભાઈ અને મૃતકની પત્ની જશોદા વચ્ચે પ્રેમસબંધ બંધાયા હતા. જેની જાણ રમેશ ખટીકને થઇ ગઈ હતી. રમેશની પત્ની જશોદા થોડા દિવસો પહેલા લગ્ન પ્રસંગે રાજસ્થાન ગઈ હતી. જ્યાં તેના પ્રેમી પ્રેમચંદને જાણ કરી હતી કે આપણા બંનેનામ સંબંધની પતિને જાણ થઇ જતા તે ધમકાવી રહ્યો છે. અને દારૂ પીધા બાદ નશામાં મારઝૂડ પણ કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે.

બસ તે સમયે જ બંનેએ મળીને રમેશનું કાસળ કાઢી નાખાવનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ જશોદા 13 તારીખે રાજસ્થાનથી ઘરે પરત આવી હતી.અને તારીખ 14ના રોજ પતિ રમેશ દારૂનો ચિક્કાર નશો કરી ઘરે આવતા પત્ની જશોદાએ પ્રેમી પ્રેમચંદને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. જેને લઈને પ્રેમચંદ રાજસ્થાનથી રાત્રીના સાડા ત્રણ વાગ્યે રમેશને ઘરે પહોચી ગયો હતો અને પત્ની જશોદા અને રમેશના જ ભાઈએ કપડા સુકવવાની દોરી વડે નશામાં ચૂર રમેશને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.અને ત્યાર બાદ લાશને કારમાં મૂકીને ખોડીયાર નગર પાસે અવાવરું સ્થળે છોડી રવાના થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે મૃતક રમેશને સંતાનમાં બે પુત્રીઓ છે. જેની ઉંમર 13 અને ૧૪ વર્ષની છે.આ પ્રકરણમાં પિતાની હત્યા અને માતાની ધરપકડ થતા બંને પુત્રીઓના માથેથી માતા-પિતાનો સહારો છીનવાઈ જવા પામ્યો છે. મૃતક રમેશ અગાઉ કેરોસીન અને કેટલીક વાર રાજસ્થાનથી દારૂ લાવી વેચતો હતો. અને પત્નીના પ્રેમસંબંધની જાણ થતા નશામાં આવીને મારઝૂડ કરી મારી નાખાવની ધમકી આપતો હતો જેને કારણે પત્નીએ તેની હત્યા કરી હોવાની કેફિયત જણાવી હતી.
