mumbai police/ બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ એજન્સીઓને ગુરપતવંત સિંહ પન્નુ પર શંકા

12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં અનેક સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તે જ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

Top Stories India
YouTube Thumbnail 2024 03 10T122415.079 બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ એજન્સીઓને ગુરપતવંત સિંહ પન્નુ પર શંકા

તાજેતરમાં જ એક અજાણ્યા વ્યક્તિ તરફથી મુંબઈના ઘણા વરિષ્ઠ અધિકારીઓને ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં અધિકારીઓને ધમકી આપવામાં આવી હતી કે અત્યંત સંવેદનશીલ સ્થળો પર વિસ્ફોટ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો, આ ધમકીભર્યા મેલમાં આરોપીએ 12 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEમાં બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. જણાવી દઈએ કે 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં અનેક સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તે જ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, થોડા મહિના પહેલા ખાલિસ્તાની મુવમેન્ટના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ ઘણા લોકોને રેકોર્ડેડ વોઈસ કોલ કર્યા હતા.

 ગુરપતવંત સિંહ પન્નુની હરકત

આ વોઇસ કોલમાં પન્નુએ કહ્યું, ‘હું શીખ ફોર જસ્ટિસનો જનરલ કાઉન્સેલ છું. તમે લોકો ભારતીય શેરબજારમાંથી તમારા પૈસા ઉપાડી લો અને તે પૈસા યુકે અને યુએસ માર્કેટમાં રોકાણ કરો. તેનાથી ભારતીય શેરબજાર નબળું પડી શકે છે જે ભારતની કરોડરજ્જુ છે. સૂત્રોનું કહેવું છે કે પન્નુએ વધુમાં કહ્યું કે 12 માર્ચ સુધીમાં ભારતીય બજારની કમર તૂટી શકે છે. જણાવી દઈએ કે તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી હતી કે ગયા અઠવાડિયે એક અજાણ્યા વ્યક્તિ તરફથી ઘણા વરિષ્ઠ IPS અધિકારીઓને ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ મેલમાં કહેવામાં આવ્યું હતું કે BSEમાં વિસ્ફોટ થશે, તે પણ 12મી માર્ચના દિવસે.

અધિકારીએ કહી આ વાત

આવી સ્થિતિમાં હવે શંકાની સોય પન્નુ તરફ જઈ રહી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે ઈમેલ પન્નુનું કામ હોઈ શકે છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે આ ઈમેલ પ્રોટોન ઈમેલનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો. પ્રોટોન ઈમેલના સર્વર્સ વિદેશમાં સ્થિત છે અને અમે તેમને પત્ર લખીને આ ઈમેલ મોકલનાર વિશેની માહિતી શેર કરવા જણાવ્યું છે. પરંતુ પ્રોટોન ઈમેઇલ ચલાવતી કંપની ગુપ્તતાને ટાંકીને કોઈપણ માહિતી શેર કરતી નથી. જો કે, તપાસ એજન્સીઓએ ઈમેલમાં જણાવેલ દરેક જગ્યાને સેનિટાઈઝ કરી દીધી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં આવતીકાલે સવારથી 48 કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો કેમ થઈ રહી છે હડતાળ

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?

આ પણ વાંચો:TMCના લોકોને ભત્રીજાની અને કોંગ્રેસને દીકરા-દીકરની ચિંતા, PM નરેન્દ્ર મોદીનો પરિવારવાદ પર પ્રહાર

આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહે લાલુ યાદવને આપી ચેતવણી, કહ્યું- જમીન પર અતિક્રમણ કરનારાની ખેર નહીં