Dhanera/ વીજ ચોરીના ચેકીંગમાં આવેલી ટીમને આપી ધમકી, તો નાયબ ઈજનેરે કહ્યું….

વીજ ચોરીના ચેકીંગમાં આવેલી ટીમને આપી ધમકી, તો નાયબ ઈજનેરે કહ્યું….

Gujarat Others
ss1 11 વીજ ચોરીના ચેકીંગમાં આવેલી ટીમને આપી ધમકી, તો નાયબ ઈજનેરે કહ્યું....

@ભરત સુંદેશા, બનાસકાંઠા

ધાનેરામાં ગઇકાલે યુજીવીસીએલની ટીમને સ્થાનિક ઇસમે જાનથી મારી નાંખવાની ધમકી આપી તગેડી મુકી હોવાની ઘટના બનવા પામી છે. વીજચોરીના નાણાંની વસુલાત તેમજ ચેકિંગ કરવા ગયેલી ટીમને યુવક ગાળાગાળી કરી ધોકા વડે મારવા સામો થઇ ગયો હતો. જે બાદમાં એકલ-દોકલ આવ્યા તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ સાથે અન્ય એક કર્મચારીએ આ ઇસમ ફોન ઉપર અવાર-નવાર ધમકીઓ આપતો હોવાનુ સામે આવ્યુ હતુ. જેને લઇ નાયબ ઇજનેરે ઇસમ સામે સરકારી કામકાજમાં અડચણરૂપ થવા અને ધમકી આપવા સહિતની ફરીયાદ દાખલ કરાવી છે.

બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં યુજીવીસીએલ ટીમ સાથે ગાળાગાળી કરી ધમકી આપી હોવાની ઘટના બની છે. ગઇકાલે ધાનેરા સબ ડીવીઝન-૧ માં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતાં સંજયભાઇ પટેલ, જુ.ઇજનેર અને ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ સહિતની ટીમ શહેરની શિવનગર વિસ્તારમાં વીજચોરીના નાણાંની વસુલાત તેમજ ચેકિંગ માટે ગઇ હતી. અગાઉ તા. ૧૨/૧૨/૨૦ ના રોજ વીજચોરીના આધારે રહીશ સોલંકી ઉત્તમભાઇ ચમનાભાઇનું મીટર ઉતારવામાં આવ્યુ હતુ. જે બાદમાં ગઇકાલે વીજટીમે તપાસ કરતાં ઉત્તમભાઇએ નજીકમાં રહેતાં શીવાભાઇના ઘરેથી મીટરમાંથી કાળા કલરનો વધારાનો વાયર લાંબો કરી પોતાના મકાનમાં ગેરકાયદેસર વીજ વપરાશ ચાલુ કર્યુ હોવાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વીજ ચકાસણી કરી રહેલી ટીમને જોઇ ઉત્તમભાઇ સોલંકી ઉશ્કેરાઇ જઇ કર્મચારીઓ સાથે ગાળાગાળી શરૂ કરી લાકડુ મારવા સામે આવ્યો હતો. આ સાથે તમો અહીંથી જતાં રહો નહીં તો તમામને નોકરીમાં મોટું નુકશાન કરીશ અને એકલ-દોકલ આવ્યાં તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેને લઇ વીજ કર્મીઓ તાત્કાલિક ત્યાંથી કામકાજ અધુરૂ છોડી નીકળી ગયા બાદ ફરીયાદ કરવા પહોંચ્યાં હતા. આ તરફ ઉત્તમભાઇ વીજસ્ટાફના દિવાનસિંહ ચૌહાણને પણ ફોન કરી અવાર-નવાર ધમકી આપતાં હોવાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. ધાનેરા પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૧૮૬,૨૯૪ (બી), ૫૦૬ (૨), ૫૦૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…