Ahmedabad/ દરિયાપુરમાં નાઈટ કરફ્યૂ દરમિયાન જુગાર રમતા ત્રણ ઝડપાયા, એક ફરાર

અમદાવાદમાં આગામી ૧૪ મી જાન્યુઆરી સુધી નાઈટ કરફયૂ અમલમાં છે. ત્યારે રાત્રીનાં સમયે લોકો પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે અને બહાર નીકળવાનું ટાળી રહ્યા છે….

Ahmedabad Gujarat
Makar 18 દરિયાપુરમાં નાઈટ કરફ્યૂ દરમિયાન જુગાર રમતા ત્રણ ઝડપાયા, એક ફરાર

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદમાં આગામી ૧૪ મી જાન્યુઆરી સુધી નાઈટ કરફયૂ અમલમાં છે. ત્યારે રાત્રીનાં સમયે લોકો પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે અને બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

જો કે કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો બિન્દાસ્ત પણે કરફયૂ નો ઉલ્લંઘન કરીને ગુનાહિત પ્રવુતિ ને અંજામ આપી રહ્યા છે. ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી ઘોડા મસ્જિદ પાસે વાહનો ની આડ કરીને કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા. પોલીસના કાને આ વાત આવતા તેમણે જુગાર ધામ પર રેડ પાડીને ઇમરાન પઠાણ, મોહમ્મદ મોઈન મિયાં શેખ, પ્રશાંત શાહ ની ધરપકડ કરી હતી.

જોકે, જાવેદ નામનો એક ઈસમ ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલા ત્રણ ઈસમો જોડેથી ૪૩૦૦ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો