Court/ કોંગેસના ત્રણ ઉમેદવારોને ન મળી હાઈકોર્ટમાંથી રાહત

અમદાવાદ અને ભાવનગરમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ ત્રણેય ઉમેદવારોની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ અરજીઓને લઈને એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી અરજીઓ ટકી શકે નહીં, અરજદાર ઈચ્છે તો ચૂંટણી બાદ ઈલેક્શન પીટીશન કરી શકશે. કોંગ્રેસના દિનેશ પરમાર, દેવલબેન ચાવડા અને […]

Gujarat
Untitled 60 કોંગેસના ત્રણ ઉમેદવારોને ન મળી હાઈકોર્ટમાંથી રાહત

અમદાવાદ અને ભાવનગરમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ ત્રણેય ઉમેદવારોની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ અરજીઓને લઈને એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી અરજીઓ ટકી શકે નહીં, અરજદાર ઈચ્છે તો ચૂંટણી બાદ ઈલેક્શન પીટીશન કરી શકશે. કોંગ્રેસના દિનેશ પરમાર, દેવલબેન ચાવડા અને શિલ્પાબેન રાણાની અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઉમેદવારી રદ થવાના કિસ્સાઓમાં એક ફોર્મમાં ઉમેદવારના વાસ્તવિક નામ અને મેન્ડેટના નામમાં તફાવત હોવાથી ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. બીજા કિસ્સામાં ઉમેદવારના ટેકેદારોને પ્રવેશ નહીં મળતાં ટેકેદારની સહી બાકી હોવાથી ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. જ્યારે ત્રીજા કિસ્સામાં સોગંદનામું નિર્દિષ્ટ ફોર્મેટમાં નહીં હોવાના કારણે ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું.

અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટેની ચૂંટણીમાં દસક્રોઇ તાલુકાની બે બેઠકોમાંથી ભૂવાલડીમાં મેન્ડેટમાં નામ નહીં હોવાનું અને સિંગરવામાં સોસાયટીમાં રહેતા ઉમેદવાર પાસે શૌચાલય નહીં હોવાનું જણાવી કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મ રદ કરાયા હતાં. બંને ફોર્મ રાજ્યના ગૃહમંત્રીના ઇશારે રદ કરાયા હોવાનો જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કરતા કહ્યું કે, બે દિવસમાં હાઇકોર્ટમાં અરજી કરાશે. જોકે ભાજપે આક્ષેપ ફગાવી કોંગ્રેસની નબળાઇ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપ 71, કોંગ્રેસ 66 અને આપના 24 સહિત કુલ 197 ઉમેદવારો મેદાનમાં છે.

રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 39 બેઠકો ભાજપને બીન હરીફ મળી ગઈ છે.ફોર્મ ભરાયાંના અંતિમ દિવસે જ જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની એક-એક, સુરતની ઓલપાડ અને ચોર્યાસી તાલુકા પંચાયતની એક-એક, અમદાવાદની દસ્ક્રોઇ તાલુકા પંચાયતની બે, કચ્છની ભૂજ તાલુકા પંચાયતની એક, જૂનાગઢ તાલુકા પંચાયતની એક, ભાવનગરની ઉમરાળા તાલુકા પંચાયતની બે તથા સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકા પંચાયત અને વઢવાણ તાલુકા પંચાયતની એક-એક, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની એક તથા થાનગઢ તાલુકા પંચાયતની પાંચ એમ કુલ મળીને 17 તાલુકા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં છે. આ ઉપરાંત ભૂજ નગરપાલિકાની બે તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ