Not Set/ પનોલી GIDC માં આગ લગતા ત્રણના મોત બે ગંભીર

ગુજરાતના ભરૂચ જિલ્લામાં પનોલી જીઆઈડીસીમાં ગુરુવારે સવારે એક કંપનીમાં વિસ્ફોટ અને ગેસ લિકેજમાં ત્રણ મજૂરોનું મોત થયા હતા. આ ઘટનામાં બે અન્યની સ્થિતિ ગંભીર છે, જેઓને  નજીકની  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.આરએસપીએલ કંપનીમાં કેમિકલ લોડિંગ કરતી વખતે આ વિસ્ફોટ થયો હતો. જીઆઈડીસી પોલીસે મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા મોકલ્યા હતા.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પનોલી જીઆઈડીસીમાં […]

Gujarat Others

ગુજરાતના ભરૂચ જિલ્લામાં પનોલી જીઆઈડીસીમાં ગુરુવારે સવારે એક કંપનીમાં વિસ્ફોટ અને ગેસ લિકેજમાં ત્રણ મજૂરોનું મોત થયા હતા. આ ઘટનામાં બે અન્યની સ્થિતિ ગંભીર છે, જેઓને  નજીકની  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.આરએસપીએલ કંપનીમાં કેમિકલ લોડિંગ કરતી વખતે આ વિસ્ફોટ થયો હતો.

જીઆઈડીસી પોલીસે મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા મોકલ્યા હતા.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પનોલી જીઆઈડીસીમાં સ્થિત આરએસપીએલ નામના કંપનીમાં ચાર થી  રિસાયક્લિંગનું કામ કરી રહી છે. ગુરુવારની સવારે, ત્રણ મજૂરો કેમિકલ લોડ કરી રહ્યા હતા,ત્યારે વિસ્ફોટને કારણે ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે અન્ય બે ગંભીર છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે ગયા વર્ષે પણ આ ગેસ લીકના કારણે ત્રણ મજૂરો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધી, આઠ કામદારો મૃત્યુ પામ્યા છે. અહીં કામદારો તેમના જીવનના જોખમેં  કામ કરે છે. તેમ છતાં કંપની સંચાલકો દ્વારા કોઈ પણ પ્રતિઉત્તર ના મળતા કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.