Not Set/ વિકિલીક્સના જોરે બીજેપીનો રાહુલ પર વાર, હિંદુ આતંકવાદને જણાવ્યું લશ્કરથી ખતરનાક

કોંગ્રેસ તરફથી “હિંદુ અથવા ભગવા આતંકવાદ” જેવા શબ્દોને ક્યારેય ઉપયોગ ન કરવાના દવા પર બીજેપીએ વિકિલીક્સના ખુલાસાની ઢાલથી પલટવાર કર્યો હતો. વિકિલીક્સના  કેબલ વિશે જણાવતા પાત્રાએ જણાવ્યું હતું કે પૂર્વ અમેરિકી રાજદૂત ટિમોથી જે. રોએમરે આપણા વિદેશ મંત્રાલયને રાહુલે દીધેલા એક ભાષણનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે હિંદુ આતંકવાદની વાત કરી હતી. 3 ઓગસ્ટ, 2009 […]

India
વિકિલીક્સના જોરે બીજેપીનો રાહુલ પર વાર, હિંદુ આતંકવાદને જણાવ્યું લશ્કરથી ખતરનાક

કોંગ્રેસ તરફથી “હિંદુ અથવા ભગવા આતંકવાદ” જેવા શબ્દોને ક્યારેય ઉપયોગ ન કરવાના દવા પર બીજેપીએ વિકિલીક્સના ખુલાસાની ઢાલથી પલટવાર કર્યો હતો. વિકિલીક્સના  કેબલ વિશે જણાવતા પાત્રાએ જણાવ્યું હતું કે પૂર્વ અમેરિકી રાજદૂત ટિમોથી જે. રોએમરે આપણા વિદેશ મંત્રાલયને રાહુલે દીધેલા એક ભાષણનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે હિંદુ આતંકવાદની વાત કરી હતી.

3 ઓગસ્ટ, 2009 ના રોજ મોકલવામાં આવેલા ટેલીગ્રામમાં રોમારે લખ્યું હતું કે, “અમે રાહુલ ગાંધી અને અન્ય યુવા સાંસદો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા તેના નિષ્કર્ષને અમે મોકલીએ છીએ.”

વિકિલિક્સના કેબલ મુજબ, “20 જુલાઈ, 2009 ની એક રાતે તેઓ ડીનરમાં રાહુલ સાથે હાજર હતા. તે સમયે યુએસ એમ્બેસેડરમાં રાહુલને લશ્કરના સંદર્ભમાં પૂછ્યું, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેનું ભારતમાં થોડો ઘણો સપોર્ટ મળી મળી શકે છે. પરંતુ, દેશમાં હિંદુ આતંકવાદીથી વધારે સંકટ છે.”

પાત્રાએ કોંગ્રેસ પર હમલા બોલતા જણાવ્યું હતું કે લાદેનના પૈસા અને હાફીઝ્નનાં નૈતૃત્વમાં બનેલું લશ્કર તમને ઓછું ખતરનાક લાગે છે, જયારે અમાનુષી હિંદુ આપને વધારે ખતરનાક લાગે છે. પાત્રાએ રાહુલ ગાંધી પર લશ્કરને કવર ફાયર દેવા પર આરોપ લગાવ્યો છે.

એટલું જ નહિ બીજેપી પ્રવક્તાએ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ, દિગ્વિજય સિંહ, સુશીલ શિંદે અને સલમાન ખુર્શીદનો જુનો વીડિઓ દેખાડી કોંગ્રેસ પાસે માફીની માંગ કરી છે. આ વિડીઓમાં શિંદે અને ચિદમ્બરમ હિંદુ અથવા ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. જાહેર છે કે મક્કા મસ્જીદ ધમાકામાં સ્વામી અસીમાનંદ સમેત બધા આરોપી નિર્દોશ જાહેર થયા બાદ બીજેપીએ કોંગ્રેસ પાસે હિંદુ આતંકવાદ શબ્દ ઉપયોગ કરવા પર માફીની માગ કરી છે. આ પર કોંગ્રેસે કહ્યું હતું કે તેમના તરફથી એવા કોઈ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.