China/  ચીન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એરક્રાફ્ટમાં લાગી આગ, 100થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા, જુવો વીડિયો

પીપલ્સ ડેલીએ એરલાઈન્સને ટાંકીને કહ્યું કે તમામ 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેઓને નાની-મોટી ઈજાઓ થઈ છે

Trending Videos
Untitled 7 29  ચીન એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એરક્રાફ્ટમાં લાગી આગ, 100થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા, જુવો વીડિયો

પીપલ્સ ડેલીએ એરલાઈન્સને ટાંકીને કહ્યું કે તમામ 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેઓને નાની-મોટી ઈજાઓ થઈ છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ચીનના ચોંગકિંગ એરપોર્ટ પર મંગળવારે સવારે તિબેટ એરલાઇન્સના એક વિમાનમાં આગ લાગી હતી. સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ પણ થયા છે. સરકારી પ્રસારણકર્તા સીસીટીવીએ જણાવ્યું કે ચોંગકિંગથી લ્હાસાની ફ્લાઈટમાં ચોંગકિંગ જિઆંગબેઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગ લાગી હતી.

https://twitter.com/baoshitie1/status/1524578661386506240?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1524578661386506240%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fnews%2Fworld%2Ftibet-airlines-jet-overruns-runway-catches-fire-at-china-airport-over-100-evacuated-2121756

 

પીપલ્સ ડેલીએ એરલાઈન્સને ટાંકીને કહ્યું કે તમામ 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેઓને નાની-મોટી ઈજાઓ થઈ છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રનવે પર ઉભેલા એરક્રાફ્ટમાં આગ લાગ્યા બાદ આકાશમાં ઝડપથી ધુમાડો નીકળી રહ્યો છે. રાહત દળ દ્વારા પ્લેનમાં પાણી રેડવામાં આવી રહ્યું છે અને આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એરલાઈન્સે કહ્યું કે જ્યારે પ્લેન દક્ષિણ પશ્ચિમ શહેર ચોંગકિંગથી તિબેટના ન્યાંગચી જઈ રહ્યું હતું ત્યારે ક્રૂને શંકા ગઈ અને તેણે પ્લેનને ટેકઓફ કરતા અટકાવ્યું. આ પછી રનવે પર પ્લેનમાં આગની જ્વાળાઓ દેખાઈ હતી. તિબેટ એરલાઈન્સે એક નિવેદન જારી કરીને કહ્યું- તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.