Not Set/ પિતાની બાયોપીકમાં કામ કરવાની ઇચ્છા છે : ટાઇગર શ્રોફ

મુંબઇ, બાગી-2 સુપરહીટ સાબિત થયાં પછી ટાઇગર શ્રોફ અત્યારે ખુશખુશાલ છે. 100 કરોડની ક્લબમાં પહોંચેલી  ‘બાગી-2માં ટાઇગરનો અભિનય અને એકશન બહુ વખણાઇ રહ્યા છે.આમ શરમાળ ગણાતો ટાઇગર પણ મીડીયા સાથે ખુલીને વાત કરી રહ્યો છે. હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાયોપિકનો જમાનો છે ત્યારે ટાઇગરને પણ બાયોપિક ફિલ્મો કરવાની ઇચ્છા થાય છે. ટાઇગરે પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે […]

Entertainment
ad2655d8 389a 11e8 8aa5 05fdb8d0ae52 પિતાની બાયોપીકમાં કામ કરવાની ઇચ્છા છે : ટાઇગર શ્રોફ

મુંબઇ,

બાગી-2 સુપરહીટ સાબિત થયાં પછી ટાઇગર શ્રોફ અત્યારે ખુશખુશાલ છે. 100 કરોડની ક્લબમાં પહોંચેલી  ‘બાગી-2માં ટાઇગરનો અભિનય અને એકશન બહુ વખણાઇ રહ્યા છે.આમ શરમાળ ગણાતો ટાઇગર પણ મીડીયા સાથે ખુલીને વાત કરી રહ્યો છે.

હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાયોપિકનો જમાનો છે ત્યારે ટાઇગરને પણ બાયોપિક ફિલ્મો કરવાની ઇચ્છા થાય છે. ટાઇગરે પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે હું માઇકલ જૅક્સન અને પછી જૅકી ચેન અને તે પછી મારા પિતા જૅકી શ્રોફની બાયોપિકમાં કામ કરવા માગું છું.

ટાઇગર કહે છે, ‘હજુ હું એ લેવલ સુધી નથી પહોંચ્યો કે કોઇની બાયોપિક કરી શકું. અત્યારે હું બહુ મહેનત કરી રહ્યો છું, પણ ભવિષ્યમાં હું એક બાયોપિક કરવા જરૂર ઇચ્છીશ.’

ટાઇગર તેના પિતાની જિંદગીથી બહુ પ્રભાવિત છે. તે કહે છે, ‘મારા જીવનમાં જો કોઇ બાગી છે તો તે મારા પિતા છે. તેમની ઝીરોથી હીરો બનવાની સફળ મને બહુ રોમાંચક લાગે છે. એક સમય હતો જ્યારે તેઓ મુંબઈની એક ચાલમાં રહેતા હતા અને એક દિવસ ‘હીરો’ જેવી ફિલ્મે તેમનું નસીબ બદલી નાંખ્યું. પાપા માટે દરેક જણ ‘બીડુ’ છે. તે ઘરમાં પણ મારી માતા, મને અને મારી બહેન દરેકને ‘બીડુ’ કહીને જ બોલાવે છે.’

ટાઇગર તેના પિતા સાથે એક ફિલ્મમાં કામ કરવા પણ ઇચ્છે છે. તે કહે છે, મને તક નથી મળી રહી. સારી સ્ક્રીપ્ટ મળશે તો અમે બંને એકસાથે ફિલ્મમાં કામ કરીશું. જૅકી શ્રોફ પણ કહે છે કે મારે પણ મારા પુત્ર સાથે કામ કરવું છે, પણ વાર્તા સારી હોવી જોઇએ.

તેની એકશન ફિલ્મો વિશે તે કહે છે, ‘અત્યારના જમાનામાં આવતી એકશન ફિલ્મોનો ઘણો જશ સ્ટન્ટમેન અને ફાઇટ માસ્ટર્સને જાય છે. તેઓ ખૂબ મહેનત કરે છે. તેમને વધુ સન્માન અને ઓળખ મળવી જોઇએ, કારણ કે તેઓ ફિલ્મના સેટ પર રોજ તેમની જિંદગી દાવ પર લગાવતા હોય છે.’ ‘બાગી ટૂ’માં ટાઇગરે ઘણી એકશન કરી છે. ટાઇગર ઇચ્છે છે કે હવે ‘બાગી થ્રી’ બને અને તે વધારે સફળતા મેળવે.