Not Set/ જાણો કેવી ખાસ સુવિધાઓ સાથે એરટેલે લોંચ કર્યો છે 300 Mbps સ્પીડ હોમ બ્રોડબેન્ડ પ્લાન

ટેલીકોમ કંપની એરટેલે સુપર ફાસ્ટ હોમ બ્રોડબેન્ડ પ્લાનની શરૂઆત કરી છે. કંપનીએ આ પ્લાનને એવા યુઝર્સને ટાર્ગેટ કરવા માટે લોંચ કર્યો છે જે હાઈ સ્પીડ ઈન્ટરનેટની ચાહ રાખે છે. એરટેલે જણાવ્યું છે કે આ નવા પ્લાન અંતર્ગત કસ્ટમરને 300 Mbps ની હાઈ સ્પીડમાં ઈન્ટરનેટ સર્ફ કરવાની મજા માણી શકશે. આ પ્લાન ફાયબર ટુ ધી હોમ […]

Tech & Auto
Airtel broadband in chandigarh panchkula mohali logo જાણો કેવી ખાસ સુવિધાઓ સાથે એરટેલે લોંચ કર્યો છે 300 Mbps સ્પીડ હોમ બ્રોડબેન્ડ પ્લાન

ટેલીકોમ કંપની એરટેલે સુપર ફાસ્ટ હોમ બ્રોડબેન્ડ પ્લાનની શરૂઆત કરી છે. કંપનીએ આ પ્લાનને એવા યુઝર્સને ટાર્ગેટ કરવા માટે લોંચ કર્યો છે જે હાઈ સ્પીડ ઈન્ટરનેટની ચાહ રાખે છે. એરટેલે જણાવ્યું છે કે આ નવા પ્લાન અંતર્ગત કસ્ટમરને 300 Mbps ની હાઈ સ્પીડમાં ઈન્ટરનેટ સર્ફ કરવાની મજા માણી શકશે.

આ પ્લાન ફાયબર ટુ ધી હોમ (FTTH) સર્વિસ પર આધારિત છે અને આ સુવિધાનો ઉપયોગ કરવ માટે યુઝર્સને દર મહીને 2,199 રૂપિયા દેવાના રહેશે. આ અંતર્ગત 1200 જીબી અલ્ટ્રા હાઈ સ્પીડ ડેટા દેવામાં આવશે. આ સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા પણ ઉપલબદ્ધ છે.

આ પ્લાન સાથે એરટેલના એપ્સની સબસ્ક્રિપ્શન પણ ફ્રિ ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં વિંક મ્યુઝીક અને એરટેલ ટીવી એપ પણ શામેલ છે. કંપનીના કહેવા પ્રમાણે વિંક મ્યુઝિકમાં 3 મિલિયનથી પણ વધારે સોંગ્સ ઉપલબ્ધ છે તેમેજ એરટેલ ટીવીમાં 350 થી પણ વધારે લાઇવ ચેનલ્સ છે જેમાં 10 હજારથી પણ વધારે ફિલ્મો અને શો છે.

images 2 1 જાણો કેવી ખાસ સુવિધાઓ સાથે એરટેલે લોંચ કર્યો છે 300 Mbps સ્પીડ હોમ બ્રોડબેન્ડ પ્લાન

ભારતી એરટેલ હોમ્સના સીઈઓ જોર્જ મૈથને આ સર્વિસના લોંચ સમયે જણાવ્યું હતું કે, “વી ફાઈબર્સ હોમ બ્રોડબેન્ડની સફળતાને જોઇને અમે FTTH આધારિત હાઈ સ્પીડ પ્લાન તેવા લોકો માટે લોંચ કરી રહ્યા છીએ જે હાઈ સ્પીડ ડેટા વપરાશની જરૂરત ધરાવે છે. આગામી સમયમાં અમે FTTH નું ક્ષેત્ર ફેલાવશું અને અમારા કસ્ટમરને હોમ બ્રોડબેન્ડ પ્લાન અંતર્ગત અલગ-અલગ પ્રાઈઝ પોઇન્ટ સાથે વધારાની પણ પસંદગી ઉપલબ્ધ કરાવશું.